Do Not Copy

Friday, 29 September 2017

📚IMP ગુજરાતી સાહિત્ય📚

📚📚 IMP ગુજરાતી સાહિત્ય📚📚

🎙 *ગઝલ* 💥

🏅 *વિદેશી સાહિત્ય પ્રકાર.*
🏅અરબી અને ફારસી ભાષા પરથી ગુજરાતીમાં.
🏅પ્રેમ, વિરહ, પ્રેમભક્તિ મુખ્ય વિષય.
🏅બે પ્રકાર:
     *ઇશ્કેહકીકી* = ઈશ્વર તરફનો પ્રેમ
     *ઇશ્કેમિજાજી* = પ્રિયતમ તરફનો પ્રેમ
🏅પ્રત્યેક પંક્તિ શેર કહેવાય.
🏅ગઝલનો પહેલો શેર *"મત્લા"* કહેવાય.
🏅ગઝલનો છેલ્લો શેર *"મક્તા"* કહેવાય.

🎙 *સોનેટ* 💥

🏅 *"ઈટાલિયન"* સાહિત્ય પ્રકાર.
🏅 *14 પંક્તિ.*
🏅વિભાજન
           *શેક્સપિયરશાહી સોનેટ* (4+4+4+2)
           *મિલ્ટનશાહી સોનેટ* (અનિયમિત)
           *પેટ્રોકશાહી સોનેટ (8+6)*
🏅ગુજરાતીમાં પ્રથમ સોનેટ *"ભણકારા"* (ઇ. સ. 1887) બ.ક.ઠાકોર

🎙 *ખંડકાવ્ય* 💥

🏅સંસ્કૃત સંજ્ઞા.
🏅પ્રકૃતિનું આલેખન.
🏅ગુજરાતીમાં પ્રથમ ખંડકાવ્ય *"પૂર્વાલાપ"* મણિશંકર રત્નજીભટ્ટ.

🎙 *ગરબી* 💥

🏅ગરબીના પિતા *"દયારામ"*
🏅પદ માંથી જન્મ. *સ્ત્રીપ્રધાન* સાહિત્ય પ્રકાર.
🏅 *શામળે* પણ રચના કરી છે.

🎙 *ગરબો* 💥

🏅વલ્લભ મેવાડો (ભટ્ટ)
🏅ધોળા મેવાડા (ભટ્ટ)

🎙 *ભવાઈ* 💥

🏅ગદ્ય સાહિત્ય પ્રકાર.
🏅ભવાઇના મેવાડીને  *"નાયક"* કહેવાય.
🏅સ્ત્રી પાત્રો પુરૂષ ભજવે.
🏅ભવાઇની રચના *"અસાઈત ઠાકરે"* (ત્રાગાળા) કરેલી.
🏅360 ભવાઈ વેશ આપ્યા. *"રામદેવપીરનો વેશ"* સૌથી જૂનો.

🎙 *પદ્ય વાર્તા* 💥

🏅પદ્યવાર્તાના પિતા *"શામળ ભટ્ટ".*
🏅ગુજરાતીમાં પ્રથમ પદ્યવાર્તા *"પદ્માવતી"* (1718).
🏅શામળે છપ્પામાં પદ્યવાર્તા લખી છે.

🎙 *આખ્યાન* 💥

🏅મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રચલિત સાહિત્ય પ્રકાર.
🏅આખ્યાન કહેનાર *"માણભટ્ટ".*
🏅આખ્યાનને *કડવામાં વિભાજિત ભાલણે* કર્યું. કડવાને ત્રણ ભાગમાં પ્રેમાનંદે વિભાજિત કર્યું.
🏅 *આખ્યાનનો પિતા "ભાલણ"*.
    *આખ્યાન શિરોમણી "પ્રેમાનંદ"*
🏅આધુનિક માણભટ્ટ *"ધાર્મિકલાલ પંડ્યા"* (વડોદરા)

🎙 *રાજિયા/મરશિયા*💥

🏅 *શોકપ્રધાન* સાહિત્ય પ્રકાર
🏅રાજિયાના પિતા *"બાપુસાહેબ ગાયકવાડ"*
🏅સંસ્કાર ગીતો જન્મથી લઈને મૃત્યુ સુધી પર *"મહાવીર સિંહ ગોહિલે"* સંશોધન કર્યું છે.

🎙 *કાફી* 💥

🏅ધર્મ પ્રધાન /ભક્તિ પ્રધાન સાહિત્ય પ્રકાર.
🏅રચયિતા *"ધીરા ભગત".*
🏅કાફી *14 લીટીનું કાવ્ય* છે પણ સોનેટ નથી.

🎙 *ચાબખા* 💥

🏅કટાક્ષમય શૈલી.
🏅રચના *"ભોજલરામ* (ભોજાભગત)".

🎙 *છપ્પા*💥

🏅છ પંક્તિનું પદ પ્રધાન સાહિત્ય પ્રકાર.
🏅રચના *"અખા ભગત"*.

🎙 *પદ* 💥

🏅મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો *સૌથી નાનો સાહિત્ય પ્રકાર.*
🏅પદની રચના *"નરસિંહ મહેતા"* એ કરી.
🏅પદના પ્રકાર. *1. પ્રભાતીયા 2. ભજન*

🎙 *સ્તવન* 💥

🏅 *24 તીર્થકરોની સ્તુતિ કરતો સાહિત્ય પ્રકાર* એટલે "સ્તવન".

🎙 *પ્રબંધ* 💥

🏅મુખ્ય રસ *"વીર"* છે.
🏅પ્રથમ પ્રબંધ કાવ્ય *"કાન્હડદે પ્રબંધ"* (1456) *પહ્મનાભ* રચિત.

🎙 *બારમાસી* 💥

🏅મુખ્ય રસ *"વિરહ"* છે.
🏅 *"નેમિનાથ ચતુષ્પદીકા"* (1353) વિનયચંદ્રસૂરી રચિત.
🏅બાવીસમા તીર્થકર નેમિનાથ અને તેની પ્રેમિકા *"રાજુલ"*ના વિરહનું વર્ણન.

🎙 *ફાગુ* 💥

🏅મુખ્ય રસ *"શૃંગાર".*
🏅ફાગુને *"ભાસ/ઉલ્લાસ/ખંડ"*માં વિભાજિત કરવામાં આવે છે.
🏅પ્રથમ ફાગુકાવ્ય *"વસંતવિલાસ"*(1400) અજ્ઞાત.
*"સ્થૂલિભદ્ર ફાગુ"* (1330) જિન પહ્મસૂરી રચિત.

🎙 *રાસ* 💥
🏅મુખ્ય રસ *"ભક્તિ "* . મુખ્ય ભાગ *"ઠવણી"* માં પડે છે.
🏅પ્રથમ સાહિત્યમાં *"ભરતેશ્વર બાહુબલિરાસ"* શાલિભદ્રશૂરિ રચિત.
અબ્દુલ રહેમાન રચિત *"સંદેશરાસ"* જાણીતો છે.

📚📚 gkdivyesh.blogspot.com 📚📚

🎙🎙🎙🎙💥💥🕊🕊💥💥🎙🎙🎙🎙

Wednesday, 27 September 2017

IMP SCIENCE

📚IMP SCIENCE📚

●1.સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન
●2.ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન
●3.એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન
●4.એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટેવપરાતું સાધન
●5.ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન
●6.ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન
●7.પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન
●8.બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન
●9.ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન
●10.હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન
●11.હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર
●12.માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન
●13.રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન
●14.સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના
●15.સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન
●16.એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન
●17.ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન
●18.એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી
●19.કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધન
●20.કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધન
●21.ટેલિગ્રાફ : તાર સંદેશો નોંધનાર સાધન
●22.થર્મોગ્રાફ : દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન
●23.સિનેમેટોગ્રાફ : હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન
●24.સિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક સાધન
●25.એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન
●26.ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન
●27.માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન
●28.હાઈગ્રોફોન : પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન
●29.ગ્રામોફોન : રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન
●30.ડિક્ટોફોન : કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામકરતું સાધન
●31.એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન
●32.ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધન
●33.થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન
●34.માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન
●35.વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધન
●36.સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન
●37.હાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ માપવાનું સાધન
●38.હાઈડ્રોમીટર : પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન
●39.મેગ્નોમીટર : ચુંબકીય ક્ષેત્રમાપક સાધન
●40.ઓપ્ટોમીટર : દષ્ટિ ક્ષમતામાપક સાધન
●41.પાર્યઝોમીટર : સંઘહતા માપક સાધન
●42.ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન
●43.એટમોમીટર : બાષ્પદર માપક સાધન
●44.એકિટનોમીટર : કિરણતીવ્રતા માપક સાધન
●45.એનિમોમીટર : વાયુવેદ દિશા માપક સાધન
●46.ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક સાધન
●47.કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન
●48.ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન
●49.કેથેટોમીટર : દ્રવતલતા માપક સાધન
●50.કેલરીમીટર : ઉષ્મામાપક સાધન
●51.કોનોમીટર : કાલ માપક સાધન
●52.પિકનોમીટર : પ્રવાહી લક્ષણ માપક સાધન
●53.કિલનોમીટર : ઢાળ માપક સાધન
●54.કાયોમીટર : અતિ નિમ્ન તાપ માપક સાધન
●55.ગેલ્વેનોમીટર : વીજમાપક સાધન
●56.ગોનિયોમીટર : કોણ માપક સાધન
●57.ગોસમીટર : ચુંબકત્વ માપક સાધન
●58.ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન
●59.ડેન્સીમીટર : ઘનતા માપક સાધન
●60.પિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક સાધન
●61.પ્લુવિયોમીટર : વર્ષામાપક સાધન
●62.પાયરોમીટર : ઉચ્ચતાપ માપક સાધન
●63.પ્લેનિમીટર : સમતલ ફલ માપક સાધન
●64.ફોટોમીટર : પ્રકાશ માપક સાધન
●65.બેકમેન થર્મોમીટર : તાપવિકાર માપક સાધન
●66.બેરોમીટર : વાયુભાર માપક સાધન
●67.માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન
●68.મેખમીટર : પરાધ્વનિ વેગ માપક સાધન
●69.રિફેકટોમીટર : વક્રીકારકતા માપક સાધન
●70.લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન
●71.વાઈનોમીટર : મદિરામાં મધાર્ક માપક સાધન
●72.વેરિયોમીટર : વિમાન ચડઉતર માપક સાધન
●73.સ્ફેરોમીટર : ગોળાકાર માપક સાધન
●74.સેલિનોમીટર : ક્ષારતા માપક સાધન...

Saturday, 23 September 2017

📚મેળોઓ વિશેના IMP📚

           🏵મેળોઓ વિશેના IMP🏵

🌹1.કુંભમેળો   👉-નાસિક,  ઉજ્જૈન, પ્રયાગ અને
હરિદ્રારમાં દર બાર વર્ષે યોજાય છે.

🌹૨. પુષ્કરનો મેળો      👉 – રાજ્સ્થાનના પુષ્કરમાં કાર્તિક
પૂર્ણિમાએ વિશાળ પશુ મેળો ભરાય છે

🌹૩. તરણેતર નો મેળો   👉- ભાદરવા વદ ૪-૫-૬ ના રોજ
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાંમાં યોજાય છે

🌹૪. ભવનાથનો મેળો   👉– મહાશિવરાત્રીના રોજ
ગિરનારની તળેટીમાં ગુજરાત માં યોજાય છે.

🌹૫. વૌઠાનો મેળો   👉– કારતક સુદ-૧૧ થી પૂનમ સુધી
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં યોજાય છે.

🌹૬. માધ મેળો   👉– અલાહાબાદ માં જાન્યુઆરી –
ફેબ્રુઆરી મા ભરાય છે.

🌹૭. જ્વાળામુખીનો મેળો 👉– કાંગડા ધાટી, હિમાચલ
પ્રદેશમાં ચૈત્ર સુદ- ૯, આસો સુદ- ૯ ના રોજ
ભરાય છે.

🌹૮. સોનપુર નો પશુમેળો 👉– ભારતનો સૌથી મોટો
પશુમેળો કારતક પૂર્ણિમાએ બિહારમાં ગંગા-
ગડક્ના સંગમ પર યોજાયછે.

🌹૯. જાનકીમેળો 👉–મુજફફરપુર જિલ્લાના સીતામઢી
ખાતે ચૈત્ર સુદ-૯ ના દિવસે યોજાયછે.

🌹૧૦. ગાયચારણ નો મેળો 👉– મથુરામાં કારતક
મહિનામાં ગોપાઅષ્ટમીના રોજ યોજાય છે.

🌹૧૧. રામદેવજીનો મેળો   👉– રાજસ્થાનના પોખરનમાં
ભાદરવા સુદ – ૨ થે ૧૧ સુધી ભરાય છે.

🌹૧૨. બાબા ગરીબનાથ નો મેળો   👉– મધ્યપ્રદેશ ના
શાજાપુર જિલ્લામાં ચૈત્ર મહિનામાં યોજાય છે.

🌹૧૩. કૈલાસ મેળો  👉 – આગ્રામાં શ્રાવણના બીજા
સોમવારે યોજાય છે.

🌹૧૪. મહામૃત્યુંજયનો મેળો   👉–મધ્યપ્રદેશના રીવા
જિલ્લામાં શિવરાત્રિએ યોજાય છે.

🌹૧૫. ગંગાસર મેળો   👉– પશ્વિમ બંગાળમાં
મકરસંકાતિના દિવસે યોજાય છે.

🌹૧૬. અન્નકૂટનો મેળો – 👉શ્રીનાથદ્રારામાં કારતક
સુદ એકમના રોજ યોજાય છે.

🌹૧૭. જાગેશ્વરી દેવીનો મેળો   👉– મધ્યપ્રદેશના
ચંદેરીમાંચૈત્ર મહિનામાં યોજાય છે.

🌹૧૮. વૈશાલીનો મેળો   👉– બિહારના વૈશાલીમાં ચૈત્ર
સુદ- ૧૩ ના દિવસે યોજાય છે.

🌹૧૯. સિરજકુંડનો શિલ્પ મેળો   👉– ફ્રેબુઆરી મહિનામાં
યોજાય છે.

🌹૨૦. મહાવીરહીનો મેળો  👉– રાજસ્થાનના હિંડોનમાં
ચૈત્ર મહિનામાં યોજાય છે.

🌹૨૧. ગણેશચતુર્થીનો મેળો   👉– રાજસ્થાનના સવાઇ
માધોપર જિલ્લાના રણથંભોરમાં ગણેશચતુર્થીએ
યોજાય છે.

🌹૨૨. રથ મેળો   👉– ઉતરપ્રદેશના વૃંદાવનમાં ચૈત્ર
મહિનામાં ભરાય છે.

🌹૨૩. કુલુનો મેળો    👉– હિમાચલ પ્રદેશના કુલુમાં
દશેરાના દિવસે મેળો ભરાય છે.

🌹૨૪. રેણુકાજીનો મેળો   👉– હિમાચલપ્રદેશના
રેણુકાજીમાં નવેમ્બર મહિનામાં યોજાય છે.

🌹૨૫. જગન્નાથ પુરીની રથયાત્રા  👉 –અષાઢ સુદ
બીજના દિવસે પુરીમાં યોજાય છે.

🌹૨૬. શામળાજીનો મેળો 👉–ગુજરાર્તના સાબરકાંઠા
જિલ્લાના શામળાજી માં કારતક સુદ- ૧૧ થી ૧૫
સુધી મેળો ભરાય છે.

🌹૨૭. અંબાજી નો મેળો    👉 – ગુજરાત ના બનાસકાંઠા મા
અંબાજીમાં ભાદરવા સુદ  👉 – પૂનમે યોજાય છે.

🌹૨૮. વિશ્વ પુસ્તક મેળો 👉– દિલ્હીમાં ફ્રેબ્રુઆરી
મહિનામાં યોજાય છે.

🌹૨૯. ઝંડા મેળો   👉– દહેરાદૂનમાં ચૈત્ર પાંચમ ના દિવસે
ભરાય છે.

🌹૩૦. દદરીનો મેળો  👉– બલિયામાં કારતક પૂર્ણિમાએ
ભરાય છે.

🌹૩૧. ચોસઠ જોગણી નો મેળો  👉વારાણસીમાં ચૈત્ર
સુદ એકમના દિવસે ભરાય છે.

📚 gkdivyesh.blogspot.com 📚

Friday, 22 September 2017

ગુજરાતના જીલ્લાઓ

📖📖📓ગુજરાતના જીલ્લાઓ📓📖📖

📚અમદાવાદ📚 :-

મુખ્ય મથક : અમદાવાદ

તાલુકાની સંખ્યા : ૧૦, (૧) દસક્રોઈ, (૨)દેત્રોજ, (૩) માંડલ, (૪) વિરમગામ, (૫) સાણંદ, (૬) બાવળા, (૭) ધોળકા, (૮) ધંધુકા, (૯) ધોલેરા, (૧૦) અમદાવાદ સીટી

વિસ્તાર : ૭૧૭૦ ચો.કિમી

વસ્તી : ૭૨૧૪૨૨૫(૨૦૦૧ પ્રમાણે)

સાક્ષરતા દર : ૮૫.૩૧%

પુરુષ સાક્ષરતા : ૯૨.૪૪%

સ્ત્રી સાક્ષરતા : ૮૦.૨૯%

લિંગ પ્રમાણ : ૯૦૪

વસ્તી ગીચતા : ૮૯૦

શિશુ લિંગ પ્રમાણ : ૮૫૭

ગામડાની સંખ્યા : ૪૮૮

ઉધોગો : ઈજનેરી, સુતરાઉ કાપડ, દવાઓ, રસાયણો, હોઝીયરી, ઇલેક્ટ્રોનિક્સ

પાક : ઘઉં, કપાસ, બાજરી, ડાંગર, એરંડા, જામફળ, બટાટા, જીરૂ, જુવાર

નદીઓ : સાબરમતી, મેશ્વો, ખારી, ભોગાવો, સુખભાદર

બંદર : વિઠ્ઠલ બંદર, ધોલેરા

હવાઈમથક : અમદાવાદ

જોવાલાયક સ્થળો : અમદાવાદમાં સીદી સૈયદની જાળી, ઝુલતા મિનારા, કાંકરિયા તળાવ, હઠીસિંગના દેરા, સાયન્સ સીટી, ઉપરાંત જીલ્લામાં નળ સરોવર, ઐતિહાસિક સ્થળ લોથલ, બુટ ભવાની મંદિર અરણેજ, ગણેશપુરાનું ગણેશ મંદિર

📚અમરેલી 📚:-

મુખ્ય મથક : અમરેલી

તાલુકાની સંખ્યા : ૧૧, (૧) અમરેલી, (૨)બાબરા, (૩) લાઠી, (૪) લીલીયા, (૫) કુંકાવાવ, (૬) ધારી, (૭) રાજુલા, (૮) જાફરાબાદ, (૯) ખાંભા, (૧૦) સાવરકુંડલા, (૧૧) બગસરા

વિસ્તાર : ૭૩૮૧ ચો.કિમી

વસ્તી : ૧૫,૧૪,૧૯૦(૨૦૦૧ પ્રમાણે)

સાક્ષરતા દર : ૭૪.૨૫%

લિંગ પ્રમાણ : ૯૬૪

વસ્તી ગીચતા : ૨૦૫

શિશુ લિંગ પ્રમાણ : ૮૮૬

નદીઓ : સરજનવાડી, શેત્રુંજી, માલણ, વાદી, થેબી, કાળુભાર

ઉધોગો : ખાંડ ઉધોગ, મત્સ્ય ઉધોગ, સિમેન્ટ ઉધોગ, તેલની મિલ, હીરા ઉધોગ

મુખ્ય પાક : જુવાર, કપાસ, કઠોળ, ઘઉં, બાજરી, મગફળી, શેરડી, તલ

ખનીજ સંપતિ : કેલ્સાઈટ, ચૂનાનો પથ્થર, બોકસાઇટ, જિપ્સમ, કાચી ધાતુ-લોખંડ

બંદર : ધારા બંદર, જાફરાબાદ, પીપાવાવ, કોટડા

પર્વતો : ગીરની ટેકરીઓ, સરકલા

જોવાલાયક સ્થળો : ગીર અભયારણ્ય, લાઠીનું હનુમાન મંદિર, મહાત્મા મૂળદાસની સમાધિ, લાઠીનો રાજમહેલ

📚આણંદ જીલ્લો 📚:-

મુખ્ય મથક : આણંદ

તાલુકાની સંખ્યા : ૮, (૧) આણંદ, (૨) બોરસદ, (૩) ખંભાત, (૪) પેટલાદ, (૫) સોજીત્રા, (૬) ઉમરેઠ, (૭) તારાપુર, (૮) આંકલાવ

વિસ્તાર : ૨૯૪૦ ચો.કિમી

વસ્તી : ૨૦,૯૨,૭૪૫(૨૦૦૧ પ્રમાણે)

સાક્ષરતા દર : ૮૪.૩૭%

લિંગ પ્રમાણ : ૯૨૫

વસ્તી ગીચતા : ૬૫૩

શિશુ લિંગ પ્રમાણ : ૮૮૪

ગામડાની સંખ્યા : ૩૪૭

નદીઓ : જીલ્લાના પશ્વિમ છેડે સાબરમતી અને પૂર્વ છેડે મહી નદી વહે છે, જીલ્લામાંથી આનંદા નામની નદી વહે છે

ઉધોગ : બીડી, ડેરી, અકીક

બંદર : ખંભાત

જોવાલાય સ્થળો : મહાકાળેશ્વર મંદિર બોરસદ, સ્વામીનારાયણ મંદિર વડતાલ, એતિહાસીક નગર ખંભાત, વિધાનગરી વલ્લભ વિધાનગર, સ્વામીનારાયણ મંદિર બોચાસણ, કરમસદ

મુખ્ય પાકો : તમાકુ, ડાંગર, કેળા, શેરડી, બાજરી, ઘઉં, રાઈ, બટાટા, ચીકુ
અરવલ્લી જીલ્લો :-

મુખ્ય મથક : મોડાસા

તાલુકાની સંખ્યા : ૬, (૧) ભિલોડા, (૨)મોડાસા, (૩) મેઘરજ, (૪) માલપુર, (૫) ધનસુરા, (૬) બાયડ

વિસ્તાર : ૩૨૧૪ ચો.કિમી

વસ્તી : ૨,૦૬,૭૩૯(અંદાજીત)

ગામડાની સંખ્યા : ૬૭૬

મુખ્ય નદીઓ : વાત્રક, મેશ્વો, માજમ, હાથમતી

જીલ્લાની સરહદ : મહીસાગર, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા

આંતરરાજ્ય સરહદ : રાજસ્થાન

મુખ્ય પાકો : મકાઈ, બાજરી, કપાસ, એરંડા, ઘઉં, તુવેર, મગફળી

જોવાલાયક સ્થળો : શામળાજીનો મંદિર, દેવાયત પંડિતની સમાધિ દેવરાજધામ - બાજકોટ, રામદેવજી મંદિર - દેવરાજધામ, વણઝારી વાવ (મોડાસા), હીરૂ વાવ (મોડાસા), ગેબીનાથ મંદિર, મેશ્વો ડેમ, વાત્રક ડેમ, ઝાંઝરીનો ધોધ

📚બનાસકાંઠા જીલ્લો📚 :-

મુખ્ય મથક : પાલનપુર

તાલુકાની સંખ્યા : ૧૪, (૧) પાલનપુર, (૨) વાવ, (૩) થરાદ, (૪) ધાનેરા, (૫) ડીસા, (૬) દિયોદર, (૭) કાંકરેજ, (૮) દાંતા, (૯) વડગામ, (૧૦) લખણી, (૧૧) અમીરગઢ, (૧૨) દાંતીવાડા, (૧૩) ભાભર, (૧૪) સુઈગામ

વિસ્તાર : ૧૦,૪૦૦ ચો.કિમી

વસ્તી : ૩૧,૨૦,૫૦૬

સાક્ષરતા દર : ૬૫.૩૨%

શહેરી સાક્ષરતા : ૮૦.૩૮%

ગ્રામીણ સાક્ષરતા : ૬૪.૯૨%

લિંગ પ્રમાણ : ૯૩૮

ગ્રામીણ લિંગ પ્રમાણ : ૯૪૦

શહેરી લિંગ પ્રમાણ : ૯૧૫

શિશુ લિંગ પ્રમાણ : ૮૯૫

શહેરી શિશુ લિંગ પ્રમાણ : ૮૮૪

ગામડાની સંખ્યા : ૧૨૩૭

નદીઓ : સીપુ, બનાસ, સરસ્વતી

મુખ્ય પાકો : બટાટા, બાજરી, જીરૂ, ઇસબગુલ, જુવાર, તલ, ઘઉં, તમાકુ

ઉધોગો : ડેરી ઉધોગ, અત્તર ઉધોગ, સિમેન્ટ ઉધોગ, હીરા ઘસવાનો ઉધોગ

પર્વતો : અરવલ્લીની ટેકરીઓ, જેસોર, ચીકલોદર, ગુરનો ભાખરો, ગબ્બર ડુંગર, આરાસુર

જોવાલાયક સ્થળો : અંબાજી મંદિર, બાલારામ પર્યટન સ્થળ, કુંભારિયાના દેરાં, દાંતીવાડા, જેસોર અભયારણ્ય, નડેશ્વરી માતાનું મંદિર - નડાબેટ

ખનીજ : આરસના પથ્થરો, લાઇમ સ્ટોન, તાંબુ, કેલસાઈટ, વુલેસ્ટોનાઈટ
ભરૂચ જીલ્લો :-

મુખ્ય મથક : ભરૂચ

તાલુકાની સંખ્યા : ૯, (૧) ભરૂચ, (૨) આમોદ, (૩) અંકલેશ્વર, (૪) વાગરા, (૫) હાંસોટ, (૬) જંબુસર, (૭) ઝગડિયા, (૮) વાલિયા, (૯) નેત્રંગ

વિસ્તાર : ૫૨૫૩ ચો.કિમી

વસ્તી : ૧૫,૫૧,૦૧૯

લિંગ પ્રમાણ : ૯૨૫

વસ્તી ગીચતા : ૨૩૮

શિશુ લિંગ પ્રમાણ : ૯૨૦

ગામડાની સંખ્યા : ૬૫૩

પુરુષ સાક્ષરતા : ૮૮.૮૦

સ્ત્રી સાક્ષરતા : ૭૬.૭૯

નદીઓ : નર્મદા, કરઝણ, અમરાવતી, કીમ, મેણ, ઢાઢર, ભાદર

પર્વતો : કડિયા ડુંગર, સારસા માતાનો ડુંગર, બાબાઘોરનો ડુંગર

બંદરો : ભરૂચ, દહેજ, કાવી, ટંકારી

ઉધોગો : રસાયણિક ખાતર, દેરી ઉધોગ, રસાયણો, દવાઓ, સાઇકલ ઉધોગ, સિમેન્ટ, પેટ્રોકેમીકલ્સ, માટીના વાસણો, સુતરાઉ કાપડ, કપાસ જિન

ખનીજ : કુદરતી વાયુ - તેલ, ચૂનો, લિગ્નાઇટ

મુખ્ય પાકો : કપાસ, ઘઉં, ડાંગર, કઠોળ, મગફળી, લોંગ, કેરી, જુવાર, તુવેર

જોવાલાયક સ્થળો : શુકલતીર્થ, કબીરવડ, ભાડભૂતેશ્વર મહાદેવ

📚ભાવનગર જીલ્લો📚 :-

મુખ્ય મથક : ભાવનગર

તાલુકાની સંખ્યા : ૧૦, (૧) ભાવનગર, (૨) જેસર, (૩) વાલ્ભીપુર, (૪) ઉમરાળા, (૫) શિહોર, (૬) ઘોઘા, (૭) ગારિયાધાર, (૮) પાલીતાણા, (૯) તળાજા, (૧૦) મહુવા

વિસ્તાર : ૮૧૫૪ ચો.કી.મી

વસ્તી : ૨૮,૭૭,૯૬૧(૨૦૧૧ પ્રમાણે)

સાક્ષરતા : ૭૫.૫૨

લિંગ પ્રમાણ : ૯૩૩

વસ્તી ગીચતા : ૨૮૭

શિશુ લિંગ પ્રમાણ : ૮૯૧

ગામડાની સંખ્યા : ૬૧૨

બંદરો : ઘોઘા, અલંગ, મહુવા, તળાજા, ભાવનગર

નદીઓ : ઘેલો નદી, કાળુભાર, રંઘોળી, માલણ, શેત્રુંજી, બગડ, કેરી

ઉધોગો : જહાજ ભાંગવાનો ઉધોગ, ખાંડ, હીરા ઘસવાનો ઉધોગ, ખેતીના ઓજારો, સિમેન્ટ, કાગળ, રબર, વનસ્પતિ ઘી, માટીના વાસણો, મત્સ્ય

ખનીજ : જિપ્સમ, ડોમોલાઈટ, લિગ્નાઇટ, ચોક

પર્વતો : શેત્રુંજય, થાપો, ઈશાળવા, શાંત શેરી, મોરધાર, મિતિયાળા, શિહોરી માતા, લોંગડી,ખોખરા

જોવાલાયક સ્થળો : પાલીતાણા જૈન દેરાસરો, ગોપનાથ મહાદેવનું મંદિર, ખોડીયાર મંદિર – રાજપરા, વાલ્ભીપુર, વેળાવદરનો કાળીયાર રાષ્ટ્રીય પાર્ક, તલગાજરડા,હાથબનો દરિયા કિનારો, મહુવા, તળાજા

મુખ્ય પાકો : મગફળી, કપાસ, બાજરી, ડુંગળી, દાડમ, કેળા, ઘઉં
બોટાદ જીલ્લો :-

મુખ્ય મથક : બોટાદ

તાલુકાની સંખ્યા : ૪, (૧) બોટાદ, (૨) બરવાળા, (૩) રાણપુર, (૪) ગઢડા

વિસ્તાર : ૧૮૫૨ ચો.કિમી

વસ્તી : ૬.૫૨ લાખ(અંદાજીત)

ગામડા : ૧૯૨

સરહદી જીલ્લા : સુરેન્દ્રનગર : રાજકોટ, ભાવનગર, અમરેલી, અમદાવાદ

મુખ્ય નદીઓ : ઘેલો, કાળુભાર, કેરી, ગોમા, સુખભાદર

મુખ્ય પાકો : મગફળી, કપાસ, શાકભાજી, ડાંગર, બાજરી, જુવાર, ડુંગળી

મુખ્ય ઉધોગો : ડાયમંડ ઉધોગ, સિમેન્ટ

મુખ્ય ખનીજ : કેલ્સાઈટ

જોવાલાયક સ્થળો : વિસામણ બાપુની જગ્યા(પાળીયાદ), સાળંગપુર, ગઢડાનું સ્વામીનારાયણ મંદિર

📚છોટાઉદેપુર જીલ્લો 📚:-

મુખ્ય મથક : છોટાઉદેપુર

તાલુકાની સંખ્યા : ૬, (૧) છોટાઉદેપુર, (૨) જેતપુર - પાવી, (૩) કવાંટ, (૪) નસવાડી, (૫) સંખેડા, (૬) બોડેલી

વિસ્તાર : ૩૦૮૭ ચો.કિમી

વસ્તી : ૯.૫ લાખ(અંદાજીત)

સરહદી જીલ્લા : દાહોદ, પંચમહાલ, વડોદરા, નર્મદા

મુખ્ય નદીઓ : હેરણ, ઓરસંગ, મેણ, સુખી

મુખ્ય પાકો : મકાઈ, કપાસ, ડાંગર, ઘઉં, મગફળી

મુખ્ય ખનીજ : ડોમોલાઈટ, ગ્રેનાઈટ, ફ્લોરસ્પાર

મુખ્ય ઉધોગો : કષ્ટ અને ફર્નીચર, રમકડા ઉધોગ અને ખાંડ ઉધોગ

જોવાલાયક સ્થળો : જંડ હનુમાનજીની પ્રાચીન મંદિર(બોડેલી તાલુકો), નર્મદાનો ગુજરાત પ્રવેશ હાફેશ્વર (કવાંટ તાલુકો), કુસુમ વિલાસ પેલેસ (છોટાઉદેપુર), કવાંટનો આદિવાસી મેળો

📚દાહોદ જીલ્લો 📚:-

મુખ્ય મથક : દાહોદ

તાલુકાની સંખ્યા : ૮, (૧) દાહોદ, (૨) લીમખેડા, (૩) દેવગઢ બારિયા, (૪) ગરબાડા, (૫) ધાનપુર, (૬) ઝાલોદ, (૭) ફતેપુરા, (૮) સંજેલી

વિસ્તાર : ૩૭૩૩ ચો.કિમી

વસ્તી : ૨૧,૨૭,૦૮૬

લિંગ પ્રમાણ : ૯૯૦

શિશુ લિંગ પ્રમાણ : ૯૪૮

ગામડાની સંખ્યા : ૬૯૨

વસ્તી ગીચતા : ૫૮૪

સાક્ષરતા : ૫૮.૬૨

પુરુષ સાક્ષરતા : ૭૨.૧૪

સ્ત્રી સાક્ષરતા : ૪૯.૦૨

નદીઓ : પાનમ, હડફ, માચન, કાલી, વાલ્વ

મુખ્ય પાકો : મકાઈ, મગફળી, ડાંગર, કપાસ, બાજરી, જવ, ચણા, તમાકુ

પર્વતો : રતનમાળ

જોવાલાયક સ્થળો : દેવગઢ બારિયા, રતનમહાલ, રીંછ અભયારણ્ય

📚ડાંગ જીલ્લો📚 :-

મુખ્ય મથક : આહવા

તાલુકાની સંખ્યા : ૩, (૧) આહવા, (૨) વધઈ, (૩) સુબીર

વિસ્તાર : ૧૭૬૪ ચો.કિમી

વસ્તી : ૨,૨૮,૨૯૧

સાક્ષરતા : ૭૫.૧૬

લિંગ પ્રમાણ : ૧૦૦૬(૨૦૧૧ પ્રમાણે)

શિશુ લિંગ પ્રમાણ : ૯૬૪

ગામડાની સંખ્યા : ૩૦૮,

વસ્તી ગીચતા : ૧૨૯

નદીઓ : અંબિકા, પૂર્ણા, સર્પગંગા, ખાખરી, ગીરા

પર્વતો : સાપુતારા

જોવાલાયક સ્થળો : સાપુતારા ગિરિમથક, વધઈનો બોટાનિકલ ગાર્ડન, રૂપગઢનો કિલ્લો, સ્ટેપ ગાર્ડન

મુખ્ય પાકો : નાગલી, વરી, મકાઈ, ડાંગર, કોદરા, રાગી, અડદ, તુવેર

📚દેવભૂમિ દ્વારકા જીલ્લો📚 :-

મુખ્ય મથક : ખંભાળિયા

તાલુકાની સંખ્યા : ૪, (૧) ખંભાળિયા, (૨) ઓખામંડળ, (૩) ભાણવડ, (૪) કલ્યાણપુર

વિસ્તાર : ૫૬૮૪ ચો.કિમી

વસ્તી : ૭.૨૩ લાખ(અંદાજીત

ગામડા : ૨૨૮

સરહદી જીલ્લા : પોરબંદર, જામનગર

મુખ્ય નદીઓ : સાની, ભોગત

બંદરો : ઓખા, રૂપેણ, લાંબા, પોશિત્રા, પિંઢારા, વાંડીનાર, સલાયા

મુખ્ય ઉધોગો : સિમેન્ટ, દવા રસાયણ, ગરમ કાપડ, યંત્ર ઉધોગ, જહાજ ભાંગવાનો ઉધોગ, સોડાએસ, કોસ્ટિક સોડા

ખનીજ : ચૂનો, ચિરોડી, બોકસાઇટ

મુખ્ય પાકો : મગફળી, જુવાર

જોવાલાયક સ્થળ : દ્વારકધીસ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, શંકરાચાર્ય મઠ, હરસિદ્ધી મંદિર,નવલખા મંદિર

📚ગાંધીનગર જીલ્લો 📚:-

મુખ્ય મથક : ગાંધીનગર

તાલુકાની સંખ્યા : ૪, (૧) ગાંધીનગર, (૨) દહેગામ, (૩) કલોલ, (૪) માણસા

વિસ્તાર : ૨૧૬૩ ચો.કિમી

વસ્તી : ૧૩,૯૧૭૫૩

લિંગ પ્રમાણ : ૯૨૩

શિશુ લિંગ પ્રમાણ : ૮૪૭

વસ્તી ગીચતા : ૬૫૦

ગામડાની સંખ્યા : ૨૮૮

સાક્ષરતા : ૮૪.૧૬

નદીઓ : સાબરમતી, ખારી, મેશ્વો, વાત્રક

જોવાલાયક સ્થળો : અક્ષરધામ, ઇન્દ્રોડા પાર્ક, અડાલજની વાવ, થોળ પક્ષી, અભયારણ્ય, બરફના શિવલિંગ – અમરનાથ, મહુડી

મુખ્ય પાકો : જુવાર, ડાંગર, બાજરી, ઘઉં, એરંડા, વરીયાળી, બટાટા

ઉધોગો : ડેરી ઉધોગ, રસાયણિક ખાતર, ઇલેક્ટ્રોનીક્સ, ખેતીના ઓજારો, પાકસંરક્ષણ દવાઓ, સુતરાઉ કાપડ

📚ગીર સોમનાથ જીલ્લો 📚:-

મુખ્ય મથક : વેરાવળ

તાલુકાની સંખ્યા : ૬, (૧) વેરાવળ, (૨) કોડીનાર, (૩) સુત્રાપાડા, (૪) તલાલા, (૫) ઉના, (૬) ગીરગઢડા

વિસ્તાર : ૩૭૫૪ ચો.કિમી

વસ્તી : ૧૦.૭૮ લાખ(અંદાજીત

સરહદી જીલ્લા : જુનાગઢ, અમરેલી

મુખ્ય નદીઓ : શિંગવડા, માલણ, મછુન્દરી

બંદરો : વેરાવળ, માઢવડ, નાવીબંદર, ઘામરેજ સૈયાદ્રાજપુરા, મૂળ દ્વારકા, હીરાકોટ

મુખ્ય ઉધોગ : સિમેન્ટ, મત્સ્ય ઉધોગ, સોડાએસ, રેયોન, ખાંડ ઉધોગ, રસાયણો

મુખ્ય ખનીજો : કેલ્સાઈટ, ચૂનો, સીસું, બોકસાઈટ

મુખ્ય પાકો : મગફળી, જુવાર, નાળિયેર, કેસર કેરી, કપાસ, શેરડી, કેળાં, ડુંગળી

જોવાલાયક સ્થળો : અહમદપુર માંડવી, સોમનાથ મંદિર, તુલસીશ્યામ

📚જામનગર જીલ્લો📚 :-

મુખ્ય મથક : જામનગર

તાલુકાની સંખ્યા : ૬, (૧) જામનગર, (૨) લાલપુર, (૩) કાલાવાડ, (૪) જામજોધપુર, (૫) ધ્રોળ,, (૬) જોડિયા

વિસ્તાર : ૮૪૪૧ ચો.કિમી

વસ્તી : ૨૧,૬૦,૧૧૯

સાક્ષરતા : ૭૩.૬૫

લિંગ પ્રમાણ : ૯૩૯

શિશુ લિંગ પ્રમાણ : ૯૦૪

વસ્તી ગીચતા : ૧૫૨

ગામડાની સંખ્યા : ૧૫૨

નદીઓ : ફૂલઝર, નાગમતી, રંગમતી, ઉંડ, ઘી, સિંહણ,સાની, રૂપારેલ,સસાઈ

બંદરો : બેડી, સચાણા, સિક્કા, જોડિયા

પર્વતો : સતીયાદેવ

જોવાલાયક સ્થળો : લાખોટા પેલેસ, જામનગર, ખીજડીયા પક્ષી અભયારણ્ય, નકળંગ રણુજા, પીરોટન

ઉધોગો : સિમેન્ટ, યંત્ર ઉધોગ, ચિનાઈ માટીના વાસણો, દવા, રસાયણો, સુતરાઉ કાપડ, ગરમ કપડા, મત્સ્ય ઉધોગ, જહાજ ભાંગવાનો ઉધોગ

ખનીજ : ચૂનો, ચિનાઈ માટી, બોકસાઈટ, ચિરોડી

મુખ્ય પાકો : બાજરી, મગફળી, લસણ, કપાસ, જુવાર, બટાટા, ઘઉં, ચીકોર, ડુંગળી

📚જૂનાગઢ જીલ્લો📚 :-

મુખ્ય મથક : જૂનાગઢ

તાલુકાની સંખ્યા : ૧૦, (૧) જૂનાગઢ, (૨) માણાવદર, (૩) વંથલી, (૪) વિસાવદર, (૫) કેશોદ, (૬) મેંદરડા, (૭) માંગરોળ,(૮) માળિયા – હાટીના, (૯) જૂનાગઢ સીટી, (૧૦)

વિસ્તાર : ૮૭૬૨ ચો.કિમી

વસ્તી : ૨૭,૪૩,૦૮૨

સાક્ષરતા : ૭૫.૮૦

લિંગ પ્રમાણ : ૯૫૩

શિશુ લિંગ પ્રમાણ : ૯૦૭

વસ્તી ગીચતા : ૩૧૧

ગામડાની સંખ્યા : ૫૪૮

નદીઓ : ઓઝત સરસ્વતી, છાસી, ઉબેણ, માધુવતી

બંદરો : માંગરોળ, ચોરવાડ

પર્વતો : ગીરનાર

જોવાલાયક સ્થળો : જૂનાગઢમાં અડી ચડી વાવ, નવઘણ કુવો, સક્કરબાગ, દરબાર હોલ મ્યુઝીયમ, નરસિંહ ચોરો, અભયારણ્ય ગીરનાર પર્વત, સાસણ ગીર અભયારણ્ય, સતાધાર, હોલી ડે કેમ્પ-ચોરવાડ, નથ્થુરામ શર્મા આશ્રમ - બીલખા

મુખ્ય પાકો : મગફળી, કેરી, જુવાર, તલ, કપાસ, બાજરી, નાળીયેર, ચીકુ

ખનીજ : સફેદ પથ્થર, ચૂનાનો પથ્થર

ઉધોગો : મત્સ્ય ઉધોગ, સિમેન્ટ, સોડા એસ અને ખાંડ ઉધોગ

📚કચ્છ જીલ્લો 📚:-

મુખ્ય મથક : ભૂજ

તાલુકાની સંખ્યા : ૧૦, (૧) ભૂજ, (૨) લખપત, (૩) અબડાસા, (૪) નખત્રાણા, (૫) માંડવી, (૬) મુંદ્રા, (૭) અંજાર,(૮) ભચાઉ, (૯) રાપર, (૧૦) ગાંધીધામ

વિસ્તાર : ૪૫૬૫૨ ચો.કિમી(વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જીલ્લો)

વસ્તી : ૨૦,૯૨,૩૭૧

સાક્ષરતા : ૭૧.૫૮

લિંગ પ્રમાણ : ૯૦૮

શિશુ લિંગ પ્રમાણ : ૯૨૧

વસ્તી ગીચતા : ૪૬

ગામડાની સંખ્યા : ૯૨૪

પુરુષ સાક્ષરતા : ૮૦.૬૦

સ્ત્રી સાક્ષરતા : ૬૧.૬૨

જોવાલાયક સ્થળો : આયના મહેલ, કચ્છ મ્યુઝિયમ, નારાયણ સરોવર, ધોળાવીરા, ભદ્રેશ્વર, માતાનો મઢ, મુંદ્રા, માંડવી, અંજાર, કોટેશ્વર, ઘુડખર અભયારણ્ય, ગુરુદ્વારા - લખપત

પર્વતો : ભુજીયો, ધીણોધર, કાળો, ખાવડો, લીલીયો, ગોરો, ખાત્રોડ, કીરો, ધબવો, માંડવા, ઝુરા, ઉમિયા, ખડિયો

નદીઓ : ખારી, રૂદ્રમાતા, કનકાવતી, રૂકમાવતી, ભૂખી, વેખડી, કાળી, ખારોડ

મુખ્ય પાકો : બાજરી, જુવાર, ખારેક, ઇસબગુલ

ઉધોગો : ચાંદી કામ, સુતરાઉ કાપડ, રસાયણિક ખાતરો, કલાકારીગરીના હસ્ત ઉધોગો

ખનીજ : કોલસો, ચૂનાનો પથ્થર, બોકસાઈટ, ચિરોડી

બંદરો : કંડલા, જલો, મુંદ્રા, માંડવી, કોટેશ્વર

📚ખેડા જીલ્લો 📚:-

મુખ્ય મથક : ખેડા

તાલુકાની સંખ્યા : ૧૦, (૧) ખેડા, (૨) નડિયાદ, (૩) વસો, (૪) કપડવંજ, (૫) ગલતેશ્વર, (૬) માતર, (૭) કઠલાલ,(૮) ઠાસર, (૯) મહુધા, (૧૦) મહેમદાબાદ

વિસ્તાર : ૩૯૧૯ ચો.કિમી

વસ્તી : ૨૨,૯૯,૮૮૫

સાક્ષરતા : ૮૨.૬૫

લિંગ પ્રમાણ : ૯૪૦

શિશુ લિંગ પ્રમાણ : ૮૯૬

વસ્તી ગીચતા : ૫૮૨

ગામડાની સંખ્યા : ૫૧૫

નદીઓ : ખારી, મેશ્વો, વાત્રક, મહાર, શેઢી

જોવાલાયક સ્થળો : લસુન્દ્રા ગરમ કુંડ, ડાકોર, ઉત્કંઠેશ્વર મહાદેવ, નડિયાદ, ગલતેશ્વર, ભાથીજી મંદિર – ફાગવેલ, ભમ્મરિયો કુવો – મહેમદાબાદ, કપડવંજની વાવો જેવી કે કુંકાવાવ, કાંઠાની વાવ, રાણી વાવ, સગીરવાવ

ખનીજ : બોકસાઈટ, લાઇમ સ્ટોન, ગ્રેનાઈટ, લેટરાઈટ, બેન્ટોનાઈટ

ઉધોગો : ડેરી ઉધોગ, ઇલેક્ટ્રોનિક્સના વાયરો, કેબલો, બીડી, ખાંડ

📚મહીસાગર જીલ્લો📚 :-

મુખ્ય મથક : લુણાવાડા

તાલુકાની સંખ્યા : ૬, (૧) કડાણા, (૨) ખાનપુર, (૩) લુણાવાડા, (૪) સંતરામપુર, (૫) બાલાસિનોર, (૬) વીરપુર

વિસ્તાર : ૨૫૫૭ ચો.કિમી

વસ્તી : ૧,૧૯,૭૧૩(અંદાજીત)

ગામડાની સંખ્યા : ૭૧૫

જીલ્લાની સરહદ : દાહોદ, ગોધરા, ખેડા, અરવલ્લી

આંતર રાજ્ય સરહદ : રાજસ્થાન

મુખ્ય નદીઓ : મહી, પાનમ

જોવાલાયક સ્થળો : કડાણા ડેમ, જુરાસિક પાર્ક – બાલાસિનોર, માનગઢ હીલ, વણાકબોરી ડેમ, ગાર્ડન પેલેસ – હોટલ હેરીટેઝ બાલાસિનોર

મુખ્ય પાકો : મકાઈ, ડાંગર, ઘઉં, બાજરી, તુવેર, એરંડી

📚મહેસાણા જીલ્લો 📚:-

મુખ્ય મથક : મહેસાણા

તાલુકાની સંખ્યા : ૧૦, (૧) મહેસાણા, (૨) સતલાસણ, (૩) ખેરાલુ, (૪) વડનગર, (૫) વિસનગર, (૬) વિજાપુર, (૭) બહુચરાજી,(૮) ઊંજા, (૯) જોટાણા, (૧૦)

વિસ્તાર : ૪૩૭૬ ચો.કિમી

વસ્તી : ૨૦,૩૫,૦૬૪

સાક્ષરતા : ૮૩.૬૧

લિંગ પ્રમાણ : ૯૨૬

શિશુ લિંગ પ્રમાણ : ૮૪૨

વસ્તી ગીચતા : ૪૬૨

ગામડાની સંખ્યા : ૬૦૬

નદીઓ : પુષ્પાવતી, રૂપેણ, ખારી, પૂર્વના છેડે સાબરમતી જે સાબરકાંઠા અને મહેસાણાને અલગ પાડે છે

જોવાલાયક સ્થળો : તારંગા, મોઢેરા, બહુચરાજી મંદિર, દૂધસાગર ડેરી, પાલોદર, ઉનાવા – મીરાદાંતાર, વડનગરનું હાટકેશ્વર મંદિર, વડનગર

પર્વતો : તારંગા

ખનીજ : ચિનાઈ માટી, કુદરતી વાયુ તેલ, અકીક

ઉધોગો : તાંબા પીતળના વાસણો (વિસનગર), ડેરી ઉધોગ, કાચ ઉધોગ

મુખ્ય પાકો : જીરૂ, ઇસબગુલ, કપાસ, તમાકુ, બટાટા, બાજરી, વરીયાળી, એરંડા, ઘઉં

📚મોરબી જીલ્લો 📚:-

મુખ્ય મથક : મોરબી

તાલુકાની સંખ્યા : ૫, (૧) મોરબી, (૨) માળિયા, (૩) વાંકાનેર, (૪) ટંકારા, (૫) હળવદ,

વિસ્તાર : ૪૮૭૧ ચો.કિમી

વસ્તી : ૧,૮૭,૪૯૪

સરહદી જીલ્લા : કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર

ગામડાની સંખ્યા : ૩૩૭

મુખ્ય નદીઓ : મચ્છુ, બાંભણ, મહા, ડેમી

મુખ્ય પાકો : મગફળી, જુવાર, બાજરી

મુખ્ય ઉધોગો : ઘડિયાળ ઉધોગ, પોટરી ઉધોગ, સેનેટરી ઉધોગ, વિલાયતી નળિયા, સિરામિક

મુખ્ય બંદર : નવલખી

જોવાલાયક સ્થળો : મણીમંદિર (મોરબી), વિન્ટોઝ કર સંગ્રહાલય (મોરબી), રામપરા વાઇલ્ડલાઈફ અભયારણ્ય, દરબારગઢ (મોરબી), અમારપેલેસ (વાંકાનેર)

મુખ્ય ખનીજ : ચૂનો, રંગીન માટી, ચિનાઈ માટી

📚નર્મદા જીલ્લો 📚:-

મુખ્ય મથક : રાજપીપળા

તાલુકાની સંખ્યા : ૪, (૧) નાંદોદ (રાજપીપળા), (૨) તિલકવાડા, (૩) ડેડીયાપાડા, (૪) સાગબારા

વિસ્તાર : ૨૭૫૫ ચો.કિમી

વસ્તી : ૫,૯૦,૨૯૭

સાક્ષરતા : ૭૨.૩૧

લિંગ પ્રમાણ : ૯૬૧

શિશુ લિંગ પ્રમાણ : ૯૪૧

ગામડાની સંખ્યા : ૬૦૯

નદીઓ : કરઝણ, નર્મદા

મુખ્ય પાકો : જુવાર, ડાંગર, બાજરી, કપાસ, ઘઉં, મકાઈ

ઉધોગો : ઈમારતી લાકડાં, ફિલ્મ ઉધોગ, અકીક

પર્વતો : રાજપીપળાની ટેકરીઓ

જોવાલાયક સ્થળો : રાજપીપળાનો રાજમહેલ, સરદાર સરોવર, સુરપાણેશ્વર મંદિર, ડુમખલ વન્ય અભયારણ્ય

📚નવસારી જીલ્લો📚 :-

મુખ્ય મથક : નવસારી

તાલુકાની સંખ્યા : ૬, (૧) નવસારી, (૨) જલાલપોર, (૩) ચીખલી, (૪) ગણદેવી, (૫) વાસંદા, (૬) ખેરગામ

વિસ્તાર : ૨૬૫૭ ચો.કિમી

વસ્તી : ૧૩,૨૯,૬૭૨

સાક્ષરતા : ૮૩.૮૮

લિંગ પ્રમાણ : ૯૬૧

શિશુ લિંગ પ્રમાણ : ૯૨૩

ગામડાની સંખ્યા : ૩૭૨

વસ્તી ગીચતા : ૫૯૨

નદીઓ : પૂર્ણા, અંબિકા, કાવેરી, ઓરંગા, ભૈરવી, મીંઢોળા

બંદરો : જલાલપોર, ઓંજલ, બીલીમોરા

ઉધોગો : રસાયણો, ખાંડ, ચર્મ ઉધોગ, કાગળ, સુતરાઉ કાપડ, વહાણ ઉધોગ, સ્ટેનલેસ સ્ટીલ, તેલની મિલ, હીરા ઉધોગ

મુખ્ય પાકો : ડાંગર, કપાસ, જુવાર, કેરી, શેરડી, કઠોળ

જોવાલાયક સ્થળો : નવસારી, ઔતિહાસિક સ્થળ દાંડી, બીલીમોરાનું સોમનાથ મહાદેવનું મંદિર, ઉભરાટનો દરિયા કિનારો, ગાંધી સંગ્રહાલય

📚પંચમહાલ જીલ્લો📚:-

મુખ્ય મથક : ગોધરા

તાલુકાની સંખ્યા : ૭, (૧) ગોધરા, (૨) શહેરા, (૩) મોરવા (હડફ), (૪) ઘોઘંબા, (૫) કાલોલ, (૬) હાલોલ, (૭) જાંબુઘોડા

વિસ્તાર : ૫૦૮૩ ચો.કિમી

વસ્તી : ૨૩,૯૦,૭૭૩

સાક્ષરતા : ૭૦.૯૯

લિંગ પ્રમાણ : ૯૪૯

શિશુ લિંગ પ્રમાણ : ૯૩૨

ગામડાની સંખ્યા : ૬૦૦

વસ્તી ગીચતા : ૪૫૭

નદીઓ : મહી, મેસારી, પાનમ, વેરી, ગોમા, ભાદર, કણ, સુકલા, સુખી

પર્વતો : પાવાગઢ

જોવાલાયક સ્થળો : પાવાગઢનું મહાકાળી મંદિર, વિશ્વવરસોમાં સ્થાન પામેલ ચાંપાનેર, ટુવાના ગરમ પાણીના કુંડ, હાલોલનો ફિલ્મી સ્ટુડિયો

ખનીજ : સિલિકા, ગ્રેનાઈટ, ગ્રેવલ, બ્લેક ટ્રેપ, લાઇમ સ્ટોન

મુખ્ય પાકો : મકાઈ, બાજરી, ડાંગર, તુવેર, જવ, કોદરા, ડુંગળી, તમાકુ

ઉધોગો : ટર્બાઈન, હળવા વાહનો – ઓટોમોબાઈલ, ફિલ્મ ઉધોગ

📚પાટણ જીલ્લો📚:-

મુખ્ય મથક : પાટણ

તાલુકાની સંખ્યા : ૯, (૧) પાટણ, (૨) સાંતલપુર, (૩) રાધનપુર, (૪) સમી, (૫) ચાણસ્મા, (૬) હારીજ, (૭) સિદ્ધપુર, (૮) શંખેશ્વર, (૯) સરસ્વતી

વિસ્તાર : ૫૭૪૨ ચો.કિમી

વસ્તી : ૧૩,૪૩,૭૩૪

સાક્ષરતા : ૭૨.૩૦

લિંગ પ્રમાણ : ૯૩૫

શિશુ લિંગ પ્રમાણ : ૮૯૦

ગામડાની સંખ્યા : ૫૧૭

વસ્તી ગીચતા : ૨૩૨

નદીઓ : બનાસ, સરસ્વતી, રૂપેણ, પુષ્પાવતી

જોવાલાયક સ્થળો : ઔતિહાસિક શહેર પાટણ, પાટણની રાણકી વાવ, સહસ્ત્રલિંગ તળાવ, પાટણના જૈન મંદિરો, સિદ્ધપુરનો રુદ્રમાળ, ખોડીયાર મંદિર – વારાણા, શંખેશ્વરનું જૈન દેરાસર

મુખ્ય પાકો : બાજરી, જુવાર, ઘઉં, બટાટા, જીરૂ, વરિયાળી, ઇસબગુલ, એરંડા, તલ

📚પોરબંદર જીલ્લો📚 :-

મુખ્ય મથક : પોરબંદર

તાલુકાની સંખ્યા : ૩, (૧) પોરબંદર, (૨) રાણાવાવ, (૩) કુતિયાણા

વિસ્તાર : ૨૨૭૧ ચો.કિમી

વસ્તી : ૫,૮૫,૪૪૯

સાક્ષરતા : ૭૫.૭૮

લિંગ પ્રમાણ : ૯૫૦

શિશુ લિંગ પ્રમાણ : ૯૦૩

ગામડાની સંખ્યા : ૧૮૨

વસ્તી ગીચતા : ૨૫૩

નદીઓ : ઓઝત, સુખભાદર, મીનસર, વર્તુ

પર્વતો : બરડો

જોવાલાયક સ્થળો : કીર્તિ મંદિર, ભારતમાતા મંદિર, સુદામા મંદિર, હર્ષદ માતાનું મંદિર, માધવપુર, પ્લેનેટેરીયમ

બંદરો : પોરબંદર, નવી બંદર

ખનીજ : ચૂનાનો પથ્થર, બોકસાઈટ

ઉધોગો : સુતરાઉ કાપડ, સિમેન્ટ, વીજળી, મત્સ્ય, દવાઓ, રસાયણો, વનસ્પતિ ઘી, મીઠું

હવાઈ મથક : પોરબંદર

મુખ્ય પાકો : કપાસ, શેરડી, ફળો, ડુંગળી, બાજરી, જુવાર, કઠોળ

📚રાજકોટ જીલ્લો📚 :-

મુખ્ય મથક : રાજકોટ

તાલુકાની સંખ્યા : ૧૧, (૧) રાજકોટ, (૨) વિછીયા, (૩) પડધરી, (૪) લોધિકા, (૫) કોટડા (સાંગાણી), (૬) જસદણ, (૭) ગોંડલ, (૮) જામકંડોરણા, (૯) ઉપલેટા, (૧૦) જેતપુર, (૧૧) ધોરાજી

વિસ્તાર : ૧૧,૦૪૩ ચો.કિમી

વસ્તી : ૩૮,૦૪,૫૫૮

સાક્ષરતા : ૮૦.૯૬

લિંગ પ્રમાણ : ૯૨૭

શિશુ લિંગ પ્રમાણ : ૮૬૨

ગામડાની સંખ્યા : ૫૭૬

વસ્તી ગીચતા : ૩૪૦

નદીઓ : આજી, ભાદર, ગોંડલી, ફોફળ, મોજ, વેણુ, ઘેલો નદી, મચ્છુ, ઉતાવળી, સતુદડ, ડોંડી,

પર્વતો : ઓસમ, લોધીકાનો ડુંગર

ઉધોગો : વનસ્પતિ ઘી, કાપડની મિલ, સાબુ, યંત્ર ઉધોગ, ઔષધી અને ઘડિયાળ, રસાયણો, ખાંડ, ગોળ, ઝરીકામ, રંગીન માટીકામ, ઘડિયાળ, સિરામિક, ડીઝલ એન્જિન, સાડી - બાંધણી

ખનીજ : ચૂનો, કોલસો, સિલિકા

હવાઈ મથક : રાજકોટ

મુખ્ય પાકો : બાજરી, ડાંગર, મગફળી, કપાસ,શેરડી, જુવાર,ઘઉં, ડુંગળી

જોવાલાયક સ્થળો : વોટ્સન મ્યુઝીયમ, લાલપરી તળાવ, આજીડેમ, વીરપુરનું જલારામ મંદિર, ગોંડલના નવલખા દરબાર ગઢ, નવા રણુજા, ઘેલા સોમનાથનું મંદિર, ગોંડલની ભુવનેશ્વરી શક્તિપીઠ

📚સાબરકાંઠા જીલ્લો📚 :-

મુખ્ય મથક : હિંમતનગર

તાલુકાની સંખ્યા : ૮, (૧) હિમતનગર, (૨) ખેડબ્રહ્મા, (૩) વડાલી, (૪) ઇડર, (૫) વિજયનગર, (૬) પ્રાંતિજ, (૭) પોશીના, (૮) તલોદ

વિસ્તાર : ૭૨૫૯ ચો.કિમી

વસ્તી : ૨૪,૨૮,૫૮૯

સાક્ષરતા : ૭૫.૭૯

શહેરી શાક્ષરતા : ૮૫.૨૪

ગ્રામીણ શાક્ષરતા : ૭૫.૦૪

લિંગ પ્રમાણ : ૯૫૨

વસ્તી ગીચતા : ૩૨૮

શિશુ લિંગ પ્રમાણ : ૯૦૩

શહેરી શિશુ લિંગ પ્રમાણ : ૮૫૩

ગ્રામીણ શિશુ લિંગ પ્રમાણ : ૯૦૫

ગામડાની સંખ્યા : ૬૮૨

નદીઓ : સાબરમતી, હરણાવ, હાથમતી, ખારી, મેશ્વો

પર્વતો : ઇડરનો ડુંગર

જોવાલાયક સ્થળો : હિમતનગરનો રાજમહેલ અને કાજીવાવ, ઈડરિયો ગઢ, ખેડબ્રહ્માનું બ્રહ્માજી મંદિર તેમજ અંબાજી મંદિર, સપ્તેશ્વર, વિરેશ્વર, સરાણેશ્વર

મુખ્ય પાકો : બાજરી, ઘઉં, બટાટા, કપાસ, તલ, જુવાર, મકાઈ, વરીયાળી, એરંડા, ફુલાવર, કોબીજ

મુખ્ય ઉધોગો : ડેરી ઉધોગ, કવોરી ઉધોગ, ખરાદી ઉધોગ

📚સુરત જીલ્લો📚:-

મુખ્ય મથક : સુરત

તાલુકાની સંખ્યા : ૧૦, (૧) સુરત, (૨) ચોર્યાસી, (૩) ઓલપાડ, (૪) કામરેજ, (૫) માંગરોળ, (૬) માંડવી, (૭) ઉમરપાડ, (૮) બારડોલી, (૯) મહુવા, (૧૦) પલસાણા

વિસ્તાર : ૪૧૧૨ ચો.કિમી

વસ્તી : ૬૦,૮૧,૩૨૨

સાક્ષરતા : ૮૫.૫૩

લિંગ પ્રમાણ : ૭૮૭

વસ્તી ગીચતા : ૧૩૩૭

શિશુ લિંગ પ્રમાણ : ૮૩૫

ગામડા : ૭૧૩

નદીઓ : તાપી, કીમ, મીંઢોલી

ઉધોગો : સુતરાઉ કાપડ, હીરા ઉધોગ, જરીકામ, આર્ટ સિલ્ક, ખાંડ, કાગળ, સિમેન્ટ પાઈપ, મીઠું, મત્સ્ય, પાવરલુમ, રેયોન, રસાયણિક ખાતર

ખનીજ : ચૂનો, કુદરતી વાયુ અને તેલ, લિગ્નાઇટ, લાઇમ સ્ટોન, બ્લેક ટ્રેપ

મુખ્ય પાકો : ઘઉં, જુવાર, શેરડી, તુવેર, કપાસ, ડાંગર, કઠોળ, કેરી અને અન્ય ફળો

જોવાલાયક સ્થળો : સુરતમાં મુગલ સરાઈ, ચિંતામણી પશ્વાનાથનું દેરાસર અને નહેરુ બાગ તેમજ ડુમસનો દરિયા કિનારો, બારડોલી, કાકરાપાર બંધ, કામરેજ, હજીરા વિહારધામ

બંદરો : હજીરા, મગદલ્લા

📚સુરેન્દ્રનગર જીલ્લો📚:-

મુખ્ય મથક : સુરેન્દ્રનગર

તાલુકાની સંખ્યા : ૧૦, (૧) વઢવાણ, (૨) લીંબડી, (૩) સાયલા, (૪) ચોટીલા, (૫) મુળી, (૬) થાનગઢ, (૭) ધાંગધ્રા, (૮) દસાડા, (૯) લખતર, (૧૦) ચુડા

વિસ્તાર : ૯૨૭૧ ચો.કિમી

વસ્તી : ૧૭,૫૬,૨૬૮

સાક્ષરતા : ૭૨.૧૩

લિંગ પ્રમાણ : ૯૩૦

વસ્તી ગીચતા : ૧૬૮

શિશુ લિંગ પ્રમાણ : ૮૯૬

ગામડાની સંખ્યા : ૫૮૭

નદીઓ : ગોદરા, ફલકુ, ભોગાવો (વઢવાણ), ભોગાવો (લીંબડી), ઉમઈ

પર્વતો : ચોટીલા, થાંગા, માંડવ

મુખ્ય પાકો : કપાસ, બાજરી, ઘઉં, જુવાર, ઇસબગુલ, જીરૂ

જોવાલાયક સ્થળો : ચોટીલાનું ચામુંડા માતાનું મંદિર, ત્રીનેત્રેશ્વર મંદિર, થાનગઢ, વઢવાણ રાણકદેવી મંદિર, દૂધરેજ મંદિર, સાયલા, ઘુડખર અભયારણ્ય

ખનીજ : ફાયર કલે, સિલિકા સેન્ડ, બ્લેક સ્ટોન, સેન્ડ સ્ટોન, ચૂનાનો પથ્થર

ઉધોગો : સિરામિક, ચિનાઈ માટીના વાસણો, મશીનરી

📚તાપી જીલ્લો📚 :-

મુખ્ય મથક : વ્યારા

તાલુકાની સંખ્યા : ૭, (૧) વ્યારા, (૨) સોનગઢ, (૩) ઉરછલ, (૪) નિઝર, (૫) વાલોડ, (૬) દોલવણ, (૭) કુકારમુડા

વિસ્તાર : ૩૪૪૫ ચો.કિમી

વસ્તી : ૮,૦૭,૦૨૨

સાક્ષરતા : ૬૮.૨૬

લિંગ પ્રમાણ : ૧૦૦૭

વસ્તી ગીચતા : ૨૫૭

શિશુ લિંગ પ્રમાણ : ૯૫૩

ગામડાની સંખ્યા : ૪૮૮

ગ્રામીણ લિંગ પ્રમાણ : ૧૦૦૯

શહેરી લિંગ પ્રમાણ : ૯૫૭

નદીઓ : તાપી, પૂર્ણા

ડુંગર : સોનગઢનો ડુંગર

મુખ્ય પાકો : જુવાર, શેરડી, કઠોળ, કેરી અને અન્ય ફળો

ઉધોગો : કાગળ, ખાંડ, ઈમારતી લાકડું

📚વડોદરા જીલ્લો📚:-

મુખ્ય મથક : વડોદરા

તાલુકાની સંખ્યા : ૮, (૧) વડોદરા, (૨) સાવલી, (૩) વાઘોડિયા, (૪) પાદરા, (૫) કરજણ, (૬) શિનોર, (૭) ડભોઇ, (૮) દેસર

વિસ્તાર : ૭૫૪૯ ચો.કિમી

વસ્તી : ૪૧,૬૫,૬૫૬

સાક્ષરતા : ૭૮.૯૨

લિંગ પ્રમાણ : ૯૩૪

વસ્તી ગીચતા : ૫૫૨

શિશુ લિંગ પ્રમાણ : ૮૯૭

ગામડાની સંખ્યા : ૬૫૮

નદીઓ : વિશ્વામિત્રી, ઢાઢર, ઓરસંગ, હિરણ, મેણ, ભૂખી, મેસરી, ભરજ, ગોમા

ઉધોગો : કાપડ, રસાયણ, દવાઓ, કાચ, એન્જીનીયરીંગ, કપાસ, રસાયણિક ખાતર, મત્સ્ય, ડેરી ઉધોગ, પેટ્રોકેમીકલ્સ

ખનીજ : ખનીજ તેલ, કોસ્ટીક, સોડાખાર

જોવાલાયક સ્થળો : મહેલોનું શહેર વડોદરા, કમાટી બાગ, આજવા સરોવર, ડભોઈનો કિલ્લો, કાયાવરોહણનું લકુલીશ મંદિર, દક્ષીણનું કસી ચાંદોદ, નારેશ્વરનો રંગ અવધૂત આશ્રમ, કરનાળી

📚વલસાડ જીલ્લો📚:-

મુખ્ય મથક : વલસાડ

તાલુકાની સંખ્યા : ૬, (૧) વલસાડ, (૨) પારડી, (૩) ધરમપુર, (૪) ઉમરગામ, (૫) કપરાડા, (૬) વાપી

વિસ્તાર : ૨૯૪૭ ચો.કિમી

વસ્તી : ૧૭,૦૫,૬૭૮

ગામડાની સંખ્યા : ૪૩૪

લિંગ પ્રમાણ : ૯૨૨

વસ્તી ગીચતા : ૫૬૭

શિશુ લિંગ પ્રમાણ : ૯૨૫

નદીઓ : દમણ ગંગા, માન, કોલક, ઓરંગા, પાર

ઉધોગો : સિમેન્ટ, ચર્મ ઉધોગ, કાગળ, રસાયણો, સુતરાઉ કાપડ, સ્ટેનલેસ, ખાંડ, સ્ટીલ, તેલની મિલ, નાના ઈજનેરી ઉધોગો, ઈમારતી લાકડા, ફાર્માસ્યુટિકલ

બંદરો : ઉમરગામ, વલસાડ, કોલક, મરોલી, ઉમરસાડી

મુખ્ય પાકો : ડાંગર, જુવાર, શેરડી, કેરી, ચીકુ, કઠોળ

પર્વતો : વિલ્સન, સહ્યાદ્રી પર્વતમાળા

જોવાલાયક સ્થળો : તિથલનો દરિયા કિનારો, વલસાડનું સાઈબાબા મંદિર, ઉદવાડાની પારસી અગિયારી, ધરમપુરનું લેડી વિલ્સન સંગ્રહાલય, ઉમરગામનો વૃંદાવન સ્ટુડીયો

🇮🇳ભારતની સીમા સાથે જોડાયેલ દેશ 🇮🇳

🇮🇳ભારતની સીમા સાથે જોડાયેલ દેશ 🇮🇳 1⃣ *પાકિસ્તાન* 👉🏻 રાજધાની--- ઈસ...