Do Not Copy

Wednesday, 15 November 2017

Sahitya

*Vala Divyesh*

સાહિત્ય પ્રકાર

🎙 *હાઈકુ* 💥
🎖ગુજરાતી ભાષાનો *"સૌથી નાનો" સાહિત્ય પ્રકાર."*
🎖બંધારણ : *5-7-5 (17 અક્ષર).*
🎖ગુજરાતી ભાષામાં પ્રથમ હાઈકુ *"સોનેરી ચાંદ રૂપેરી સુરજ"* સ્નેહરશ્મિ રચિત.

🎙 *શબ્દકોષ* 💥
🎖સૌપ્રથમ નર્મદ રચિત *"નર્મકોશ".*
🎖ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીજીની પ્રેરણાથી *"સાર્થ જોડણી કોષ"* તૈયાર થયો.
🎖ગોંડલના મહારાજા ભગતસિંહજીએ ગુજરાતી ભાષાનો સૌથી મોટો શબ્દકોષ *"ભગવત ગૌમંડલ"*ની રચના કરાવી. જે 9 ભાગમાં વહેંચાયેલો છે. તૈયાર કરવામાં *26 વર્ષ* લાગ્યા. (1928-1954).

🎙 *મહાનવલકથા* 💥
🎖ઈ.સ. 1887 માં ગોવર્ધનરામ ત્રિપાઠીએ *"સરસ્વતીચંદ્ર"* ની રચના કરી.
🎖 જેના 4 ભાગ છે.
        🕊 *બુદ્ધિધનનો કારભાર* (1887)
        🕊 *ગૌણસુંદરીની કુટુંબજાળ* (1892) માનચતુર અને ધર્મલક્ષ્મી 
        🕊 *રત્નગિરીનું રાજ્યતંત્ર* (1898)
        🕊 *સરસ્વતીનું મનોરાજ્ય* (1901)

🎙 *આત્મચરિત્ર* 💥
🎖બીજા દ્વારા લખાયેલ પ્રખ્યાત વ્યક્તિનું જીવનચરિત્ર.
🎖 *"અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ"* નારાયણ દેસાઈ રચિત. મહાદેવભાઈ દેસાઈના જીવનનું વર્ણન.

🎙 *કવિતા* 💥
🎖 *"બાપાની પીંપર"* દલપતરામ રચિત.
🎖પ્રથમ કરૂણ કવિતા *"ફાર્બસ વિરહ"* દલપતરામ રચિત.
🎖અંગ્રેજી કવિતાના પિતા *"ચોસર"* ગણવામાં આવે છે.

🎙 *કાવ્યસંગ્રહ* 💥
🎖ગુજરાતી ભાષાનો પ્રથમ કાવ્યસંગ્રહ *"ગુજરાતી કાવ્યદોહન".*

🎙 *નવલકથા* 💥
🎖ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા *"કરણઘેલો"* (1886), નંદશંકર તુળજાશંકર મહેતા રચિત.
🎖ગુજરાતી ભાષાના ઉત્તમ નવલકથાકાર *"કનૈયાલાલ મુનશી".*
🎖મુળ *"યુરોપિયન"* સાહિત્ય કથા.
🎖નવલકથાને *"ભાગ"*માં વિભાજિત કરવામાં આવે છે.

🎙 *નાટક*💥
🎖 ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક *"લક્ષ્મી"*.
🎖 *"યુરોપિયન"* સાહિત્ય પ્રકાર.
🎖 ગુજરાતી ભાષાનું પ્રથમ તખ્તાલાયકી ધરાવતું નાટક *"રાઈનો પર્વત"* રમણભાઈ નીલકંઠ રચિત.

🎙 *નવલિકા (ટૂંકી વાર્તા)* 💥
🎖ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા *"ગોવાલણી"* મલિયાનીલ રચિત (કંચનલાલ મહેતા)
🎖નવલિકા ક્ષેત્રની ઉત્તમ કૃતિ *"તણખામંડળ"* ધૂમકેતુ રચિત. ધૂમકેતુએ નવલિકાને *'તણખો'* કહ્યું છે.

🎙 *આત્મકથા* 💥
🎖અધુરો સાહિત્ય પ્રકાર છે.
🎖ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા *"મારી હકીકત"* નર્મદ રચિત.

🎙 *નિબંધ* 💥
🎖ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ *"મંડળી મળવાથી થતાં લાભ"* (1851) નર્મદ રચિત.

🎙 *ગઝલ* 💥

🏅 *વિદેશી સાહિત્ય પ્રકાર.*
🏅અરબી અને ફારસી ભાષા પરથી ગુજરાતીમાં.
🏅પ્રેમ, વિરહ, પ્રેમભક્તિ મુખ્ય વિષય.
🏅બે પ્રકાર:
     *ઇશ્કેહકીકી* = ઈશ્વર તરફનો પ્રેમ
     *ઇશ્કેમિજાજી* = પ્રિયતમ તરફનો પ્રેમ
🏅પ્રત્યેક પંક્તિ શેર કહેવાય.
🏅ગઝલનો પહેલો શેર *"મત્લા"* કહેવાય.
🏅ગઝલનો છેલ્લો શેર *"મક્તા"* કહેવાય.

🎙 *સોનેટ* 💥

🏅 *"ઈટાલિયન"* સાહિત્ય પ્રકાર.
🏅 *14 પંક્તિ.*
🏅વિભાજન
           *શેક્સપિયરશાહી સોનેટ* (4+4+4+2)
           *મિલ્ટનશાહી સોનેટ* (અનિયમિત)
           *પેટ્રોકશાહી સોનેટ (8+6)*
🏅ગુજરાતીમાં પ્રથમ સોનેટ *"ભણકારા"* (ઇ. સ. 1887) બ.ક.ઠાકોર

🎙 *ખંડકાવ્ય* 💥

🏅સંસ્કૃત સંજ્ઞા.
🏅પ્રકૃતિનું આલેખન.
🏅ગુજરાતીમાં પ્રથમ ખંડકાવ્ય *"પૂર્વાલાપ"* મણિશંકર રત્નજીભટ્ટ.

🎙 *ગરબી* 💥

🏅ગરબીના પિતા *"દયારામ"*
🏅પદ માંથી જન્મ. *સ્ત્રીપ્રધાન* સાહિત્ય પ્રકાર.
🏅 *શામળે* પણ રચના કરી છે.

🎙 *ગરબો* 💥

🏅વલ્લભ મેવાડો (ભટ્ટ)
🏅ધોળા મેવાડા (ભટ્ટ)

🎙 *ભવાઈ* 💥

🏅ગદ્ય સાહિત્ય પ્રકાર.
🏅ભવાઇના મેવાડીને  *"નાયક"* કહેવાય.
🏅સ્ત્રી પાત્રો પુરૂષ ભજવે.
🏅ભવાઇની રચના *"અસાઈત ઠાકરે"* (ત્રાગાળા) કરેલી.
🏅360 ભવાઈ વેશ આપ્યા. *"રામદેવપીરનો વેશ"* સૌથી જૂનો.

🎙 *પદ્ય વાર્તા* 💥

🏅પદ્યવાર્તાના પિતા *"શામળ ભટ્ટ".*
🏅ગુજરાતીમાં પ્રથમ પદ્યવાર્તા *"પદ્માવતી"* (1718).
🏅શામળે છપ્પામાં પદ્યવાર્તા લખી છે.

🎙 *આખ્યાન* 💥

🏅મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રચલિત સાહિત્ય પ્રકાર.
🏅આખ્યાન કહેનાર *"માણભટ્ટ".*
🏅આખ્યાનને *કડવામાં વિભાજિત ભાલણે* કર્યું. કડવાને ત્રણ ભાગમાં પ્રેમાનંદે વિભાજિત કર્યું.
🏅 *આખ્યાનનો પિતા "ભાલણ"*.
    *આખ્યાન શિરોમણી "પ્રેમાનંદ"*
🏅આધુનિક માણભટ્ટ *"ધાર્મિકલાલ પંડ્યા"* (વડોદરા)

🎙 *રાજિયા/મરશિયા*💥

🏅 *શોકપ્રધાન* સાહિત્ય પ્રકાર
🏅રાજિયાના પિતા *"બાપુસાહેબ ગાયકવાડ"*
🏅સંસ્કાર ગીતો જન્મથી લઈને મૃત્યુ સુધી પર *"મહાવીર સિંહ ગોહિલે"* સંશોધન કર્યું છે.

🎙 *કાફી* 💥

🏅ધર્મ પ્રધાન /ભક્તિ પ્રધાન સાહિત્ય પ્રકાર.
🏅રચયિતા *"ધીરા ભગત".*
🏅કાફી *14 લીટીનું કાવ્ય* છે પણ સોનેટ નથી.

🎙 *ચાબખા* 💥

🏅કટાક્ષમય શૈલી.
🏅રચના *"ભોજલરામ* (ભોજાભગત)".

🎙 *છપ્પા*💥

🏅છ પંક્તિનું પદ પ્રધાન સાહિત્ય પ્રકાર.
🏅રચના *"અખા ભગત"*.

🎙 *પદ* 💥

🏅મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો *સૌથી નાનો સાહિત્ય પ્રકાર.*
🏅પદની રચના *"નરસિંહ મહેતા"* એ કરી.
🏅પદના પ્રકાર. *1. પ્રભાતીયા 2. ભજન*

🎙 *સ્તવન* 💥

🏅 *24 તીર્થકરોની સ્તુતિ કરતો સાહિત્ય પ્રકાર* એટલે "સ્તવન".

🎙 *પ્રબંધ* 💥

🏅મુખ્ય રસ *"વીર"* છે.
🏅પ્રથમ પ્રબંધ કાવ્ય *"કાન્હડદે પ્રબંધ"* (1456) *પહ્મનાભ* રચિત.

🎙 *બારમાસી* 💥

🏅મુખ્ય રસ *"વિરહ"* છે.
🏅 *"નેમિનાથ ચતુષ્પદીકા"* (1353) વિનયચંદ્રસૂરી રચિત.
🏅બાવીસમા તીર્થકર નેમિનાથ અને તેની પ્રેમિકા *"રાજુલ"*ના વિરહનું વર્ણન.

🎙 *ફાગુ* 💥

🏅મુખ્ય રસ *"શૃંગાર".*
🏅ફાગુને *"ભાસ/ઉલ્લાસ/ખંડ"*માં વિભાજિત કરવામાં આવે છે.
🏅પ્રથમ ફાગુકાવ્ય *"વસંતવિલાસ"*(1400) અજ્ઞાત.
*"સ્થૂલિભદ્ર ફાગુ"* (1330) જિન પહ્મસૂરી રચિત.

🎙 *રાસ* 💥
🏅મુખ્ય રસ *"ભક્તિ "* . મુખ્ય ભાગ *"ઠવણી"* માં પડે છે.
🏅પ્રથમ સાહિત્યમાં *"ભરતેશ્વર બાહુબલિરાસ"* શાલિભદ્રશૂરિ રચિત.
અબ્દુલ રહેમાન રચિત *"સંદેશરાસ"* જાણીતો છ

Thursday, 2 November 2017

Chand Imp

💁🏻‍♂ *છંદ* એટલે કાવ્યમાં મધુરતા લાવવા માટે નિયમો અનુસાર કરેલી મેળવાળી રચનાને છંદ કહે છે.

💁🏻‍♂છંદના બે પ્રકાર છે.
👆🏿 *અક્ષરમેળ છંદ*
✌🏿 *માત્રામેળ છંદ*

💁🏻‍♂ *લઘુ અક્ષર* એટલે જે વર્ણમાં હ્સ્વ સ્વર હોય તેને લઘુ અક્ષર કહે છે.
(લઘુની નિશાની U )

💁🏻‍♂ *ગુરૂ અક્ષર* એટલે  જે વર્ણમાં રહેલા સ્વર દીર્ઘ હોઈ તેને ગુરૂ અક્ષર કહે છે.
( ગુરૂની નિશાની –)

💁🏻‍♂ *ગણ* એટલે ત્રણ અક્ષરના સમુહને ગણ કહે છે.

💁🏻‍♂ *ગણસૂત્ર* એટલે છંદના બંધારણ મેળવવા માટે લઘુ- ગુરૂની નિશાનીવાળા સૂત્રને ગણસૂત્ર કહે છે.

💁🏻‍♂ *ગણ રચના* : લઘુ- ગુરૂ અક્ષરોના બનેલા જૂથને ગણ કહે છે. આવા આઠ ગણ છે.

💁🏻‍♂ *ગણસૂત્ર :-* યમાતારાજભાનસલગા

ક્રમગણલઘુ-ગુરૂ બંધારણચિન્હઅક્ષર લઘુ ગુરૂ૧યયમાતાU- –લઘુ- ગુરૂ –ગુરૂ૨મામાતારા– – –ગુરૂ – ગુરૂ –ગુરૂ૩તાતારાજ– – Uગુરૂ – ગુરૂ – લઘુ૪રારાજભા– U –ગુરૂ – લઘુ – ગુરૂ૫જજભાનU – Uલઘુ- ગુરૂ – લઘુ૬ભાભાનસ– U Uગુરૂ – ગુરૂ – લઘુ૭નનસલU U Uલઘુ – લઘુ  –લઘુ૮સસલગાU U –લઘુ – લઘુ  –ગુરૂ૯લલઘુUલઘુ૧૦ગાગુરૂ–ગુરૂ

 
✍🏻 *અક્ષરમેળ છંદ* :- મનહર, અનુષ્ટુપ , શિખરિણી, મંદાક્રાન્તા ,પૃથ્વી, શાર્દૂલવિક્રીડિત છંદ, સ્ત્રગ્ધરા છંદ

✍🏻 *માત્રામેળ છંદ* :- ચોપાઈ, દોહરો, હરિગીત અને સવૈયા

🌸 *અક્ષરમેળ છંદ* 🌸

💁🏻‍♂ *૧) મનહર છંદ :-*

કુલ બે પંક્તિમાં હોય છે. કુલ ૩૧ અક્ષરો હોય છે.પ્રથમ પંક્તિમાં ૧૬ અક્ષર અને બીજી પંક્તિમાં ૧૭ અક્ષર હોય છે.યતિ ૮મા અને ૧૬માંઅક્ષરે હોય અને છેલલ્લો અક્ષરગુરૂ આવે છે. ( ગણસૂત્ર બંધારણ નથી.

*ઉદાહરણો :–*

પોલું છે તે વાગ્યું એમાં કરી તે શી કારીગરી,

           સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે.

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરાય

            અન્યનું તો એક વાંકુ, આપના અઢાર છે.

ચૌટામાં લુંટાણી મહારાણી ગુજરાતી વાણી,

           જાણી તેનું દુઃખ ઘણો દીલગીર દિલ છું..

નાગરવેલની જેવી નાજુકડી  નાર વાંકી,

          વાંકો એનો અંબોડો ને વાંકા એના વેણ છે.

એક ભોળો ભાભો મોટા ખતેરમાં માળે ચડી,

હરણાં હાંકે અને પક્ષીઓને ઉડાડે છે.

💁🏻‍♂ *૨) શિખરિણી છંદ :-*

કુલ અક્ષર ૧૭ હોય છે , યતિ ૬ કે ૧૨ મા અક્ષરે આવે છે.૯ લઘુ અક્ષર અને ૮ ગુરૂ અક્ષરપ્રથમ અક્ષર લઘુ,ત્યારપછી પાંચ ગુરૂ આવે.બંધારણ :- યમનસભલગા (U- –/– – –/ U U U/ U U-/-U U/ U/ –)

*ઉદાહરણો :–*

કદી મારી પાસે વનવન તણા હોત કુસુમો.ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઇ જા.અસત્યોમાહેથી પ્રભુ! પરમ સત્યે તું લઇ જા.હજી તારો હાલો મુજ કરણમહી રણઝણે.નદી દોડે, સોળે ભડભડ બળે ડુંગર વનો.મને એ ચક્ષુમાં પ્રભુ ! જગતતીર્થોત્તમ મળ્યું.વળાવી બા આવી, નિજ સકલ સંતાન ક્રમશઃઠરી મારી આંખો, કબીરવડ તું ને નીરખીને.બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું.મને બોલાવે આ ગિરિવર તણા મૌન શિખરો.ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની.

💁🏻‍♂ *૩) પૃથ્વી છંદ :-*

કુલ અક્ષર ૧૭ હોય છે , યતિ ૮ મા કે ૯ માઅક્ષરે આવે છે.૧૦ લઘુ અક્ષર અને ૭ ગુરૂ અક્ષરપ્રથમ અક્ષર ત્રણ લઘુ- ગુરૂ – લઘુબંધારણ:- જસજસયલગા (U-U, U U-, U-U, U U-,U- –, U, –)

*ઉદાહરણો :–*

- મને શિશુતણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહ ભરી.
- ભમો ભરતખંડમાં સકલ ભોમ ખુંદી વળો.
- ધમાલ ન કરો જરાય,નહિનેણ ભીના થશો.
- પ્રિયે તુજ લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો.
- મળે અધિક જે તને મુજ થકી ઉપે થાપજે.
- પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુ એ બરુ.

💁🏻‍♂ *૪) મંદાક્રાન્તા છંદ :-*

કુલ અક્ષર ૧૭ હોય છે , યતિ ૪ અને ૧૦મા અક્ષરે આવે છે.૭ લઘુ અક્ષર અને ૧૦ ગુરૂ અક્ષર હોય છે.બંધારણ :- મભનતતગાગા (– – –,– U U, U U U, – -U, – -U, –,–)પ્રથમ ત્રણ અક્ષર ગુરૂ – ગુરૂ –ગુરૂ અને અંતિમ બે અક્ષર ગુરૂ હોય છે.

*ઉદાહરણો :–*

- રે પંખીડા ! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો.
- રે રે શ્રધ્ધા ગત ગઈ પછી કોઈ કાળે ન આવે.
- ધીમે ઊઠી શિથિલકરને નેત્રની પાસ રાખી.
- ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ.
- બોખી શીશી ટિનનું ડબલું બાલદી કૂખકાણી.
- દીઠાં હેતે,સ્મૃતિપડ બધાં ઊકલ્યા આપ રૂડાં.
- પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
- છે કો મારું અખિલ જગમાં ? બુમ મેં એક પાડી.

💁🏻‍♂ *૫) અનુષ્ટુપ છંદ :-*

પ્રથમ પંક્તિમાં ૧૬ અક્ષર અને બીજી પંક્તિમાં ૧૬ અક્ષર એમ બે ચરણમાં હોય છે. કુલ અક્ષર ૩૨ હોય છેઆ છંદમાં કુલ ચાર ચરણ આવે છે. દરેક ચરણમાં આઠ અક્ષર હોય છે.આ છંદમાં ગણસૂત્ર નથી.પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર ગુરૂ અને સાતમો અક્ષર ગુરૂ હોય છે.  ( U- – લઘુ- ગુરૂ –ગુરૂ)બીજા અને ચોથા ચરણમાં પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર ગુરૂ અને સાતમો અક્ષર લઘુ હોય છે. ( U- U લઘુ- ગુરૂ – લઘુ)

*ઉદાહરણો :–*

સૌદર્ય વેડફી દેતાં, ના ના સુંદરતા મળે,

           સૌદર્ય પામતા પહેલાં, સૌદર્ય બનવું પડે.

સત્યનું કાવ્ય છો આપું ! કાવ્યનું સત્ય છો તમે,

          ઝંખતી કાવ્યને સત્યે, સૃષ્ટિઆ આપને નમે.

પતિએ પીઠ દીધીને, દધિતાદેખતી રહી,

           અંતે હાય ! કહી બાળા, મૂર્છીતા ભૂતલે પડી.

રહેવા દે ! રહેવા દે ! આ સંહાર યુવાનતું,

          ઘટે ના ક્રુરતા આવી, વિશ્વ સૌદર્ય કુમળું.

💁🏻‍♂ *૬) શાર્દૂલવિક્રીડિત છંદ :-*

કુલ અક્ષર ૧૯ હોય છે , યતિ ૭ અને ૧૨મા અક્ષરે આવે છે.૮ લઘુ અક્ષર અને ૧૧ ગુરૂ અક્ષર હોય છે.પ્રથમ ત્રણ અક્ષર લઘુ – લઘુ –લઘુ (– – –)  અને છેલ્લો અક્ષર પણ  લઘુ હોય છે.બંધારણ :- મસજસતતગા (– – –,U U-, U-U ,U U-,–U, –U, –)જોડાક્ષર પૂર્વેનો લઘુ અક્ષર ગુરૂ ગણાય.

*ઉદાહરણો :–*

- ના તારો અપરાધ, આમ ત્યજવા જેવો લગારે થયો.
- અંધારું થયું પાતળું નભ વિષે તારાઘ્રુતિ નીતરી.
- ભૂલોની જ પરંપરા જગતઆ,એવું દીસે છે પિતા!આ સંસાર અસાર છે અહહહા ! એ શીખ આજે મળી.
- આંસુના પડદા વતી નયન તો મારાંથયા આંધળા.
- ને હું મહેલ વિષે વસું સુખ થકી,એ યોગ્ય ભાસે નહી.

💁🏻‍♂ *૭) સ્ત્રગ્ધરા છંદ :-*

કુલ અક્ષર ૨૧ હોય છે , યતિ ૭ – ૭ – ૭ મા અક્ષરે આવે છે.૯ લઘુ અક્ષર અને ૧૨ ગુરૂ અક્ષર હોય છે.પ્રથમ ત્રણ અક્ષર લઘુ – લઘુ –લઘુ (– – –)  અને છેલ્લો  ત્રણ અક્ષરો  ગુરૂ- લઘુ  –લઘુ (U- –)બંધારણ :- મરભનયયય (– – –,-U-, -U U , U U U,U – –, U – –, U – –).

*ઉદાહરણો :–*

- ઝંઝાવાતે ઘુમાવી એટલ વિતલ સૌ એક આકાશ કીધું.
- દેવોને માનવોના મધુમિલન તણાસ્થાન સંકેતજેવા.
- ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઇ ડોલતો વાયુ વાયે.
- ખંખેરી મોહનીને તનમન થઇ તૈયાર હાવાં ગયાં જે.

💁🏻‍♂ *૮) માલિની છંદ :-*

કુલ અક્ષર ૧૫ હોયછે, યતિ ૮મા અક્ષરે આવે છે.બંધારણ :- નનમયય (U U U, U U U, —, U–, U–)પ્રથમ અને બીજા ત્રણ ગુરૂ –ગુરૂ-ગુરૂ (U U U) અને ત્રણ અક્ષરો ગુરૂ- લઘુ  –લઘુ (U–).

*ઉદાહરણો :–*

- સરળ હદય ઈચ્છે પાપીને પ્રેમ પાવા.

💁🏻‍♂ *૯) વસંત તલિકા છંદ :-*

કુલ અક્ષર ૧૪ હોય છે, યતિ ૮મા અક્ષરે આવે છે.બંધારણ :- તભજજગાગા (– – U, -U U, U-U , U-U,–, –)છેલ્લા બે લઘુ આવે.

*ઉદાહરણો :–*

- હા હા ગંગા વહુ બિચારી ખરું કહે છે.

🌸 *માત્રામેળ છંદ* 🌸

💁🏻‍♂ *૧) હરિગીત છંદ :-*

દરેક ચરણમાં માત્રા- ૨૮ , યતિ – ૧૪ અને ૧૬મી માત્રાએ છેલ્લો અક્ષર ગુરૂ હોય.

 

*ઉદાહરણો :–*

- ચળકાટ તારો એજ પણ તુંજ ખૂનની તલવાર છે.
- જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી તુંજ સ્પર્શથી મુજ ચક્ષુને કંઈ સ્વપ્ન સમું જે લાધિયું.
- તું નાનકડી બાળા હશે, કોડે ભરી કૌમાર્યના.
- જ્યાં જ્યાં નજર મારી ઠરે ,યાદી ભરી ત્યાં આપની.
- સુખ સમયમાં છકી નવ જવું, દુઃખમાં ના હિંમત હારવી.
- ખાતો દયા ના દેહની કરજે કથન તુંજ કાળજું.
- ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહિ.

💁🏻‍♂ *૨) ચોપાઈ છંદ :-*

કુલ ચાર ચરણ, દરેક ચરણમાં ૧૫-૧૫ માત્રાએ યતિ આવે છે.છેલ્લા બે અક્ષર લઘુ ગુરૂ હોય.

*ઉદાહરણો :–*

- જોજો રે મોટાના બોલ, ઉજ્જડ ખેડે બાજ્યું ઢોલ.
- આકાશે તારાની ભાત, સર્જી તો ક્યાં સર્જી વાત.
- કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય.લાંબા જોડે ટૂંકો જાય, મારે નહી તો માંદો થાય.
- ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર.
- કલ્પવૃક્ષ જો કેરી ખાય,તેનો ચોર પેદા ન થાય.
- મા મારે પય પીતાં બાળ, સત્યવાદી જો બોલે આળ.
- જંગલ માથે ઉગ્યો ચાંદ, નભ તરુનું રૂપાળું પાંદ.
- વાળ થઈને ચીભડાંગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે ?

💁🏻‍♂ *૩) દોહરો છંદ :-*

કુલ ચાર ચરણ, પહેલા અને ત્રીજા ચરણમાં ૧૩ માત્રા અને બીજા અને ચોથા ચરણમાં ૧૧ માત્રા હોય છે.

*ઉદાહરણો :–*

દીપકના બે દીકરા , કાજલને અજવાશ,

          એક કપૂત કાળું કરે, બીજો દિયે પ્રકાશ.

કરતાં જાળ કરોળિયો, ભોય પડી ગભરાય,

           વણ તૂટેલ તાંતણે,  ઉપર ચઢવા જાય.

ઓ ઈશ્વર ભજીયે તને, મોટું છે તુંજ નામ,

          ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ.

જેનું કારજ જે કરે, બીજો કરે બગાડ,

          તાળું ઉઘાડી નવ શકે, કક્કા કરે કૂહાડ.

શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક,

         જેમાં સુખ દુઃખ વામિએ, સો લાખમાં એક.

કાજળ તજે ન શ્યામતા,હીરો તજે ન શ્વેત,

          દુર્જન તજે ન વક્રતા, સજ્જન તજે ન હેત.

ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય,

          ચાર-ચાર ગાઉ ચાલતાં,લાંબો પંથ કપાય.

બળની વાતો બહુ કરે,કરે બુદ્ધિના ખેલ,

         આપદ કાળે જાણીએ , તલમાં કેટલું તેલ.

ચિંતાથી ચતુરાઈ ધટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન,

           ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન.

💁🏻‍♂ *૪) સવૈયા છંદ :-*

એકવીસ કે બત્રીસ માત્રા આવે,યતિ ૧૬ મી કે ૧૭મી માત્રાએકુલ ચાર ચરણમાં ૨૮ માત્રાછેલ્લા અક્ષરો અનુક્રમે ગુરૂ લઘુ કે બે ગુરૂ

*ઉદાહરણો :–*

- અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ ?
- અલક મલક આ તરતો તડકો ચોતરફથી આયો જી.
- કાર્ય સાધવું નહિ તો મરવું, શૂરવીરની એ છે રીત.
- કાળ તણી ધરતીમાં ખોદી રહ્યું જીવનના કૂપ ?
- રણબંકા નહી કદીયે નાસે નહી દેખાડે રિપુને પીઠ.
- અવિનાશીને અન્નકોટના આવે નિત અમૃત ઓડકારઝેર ગયા ને વેર ગયાં વળી કાળાં કેર ગયાં કરનાર.

💁🏻‍♂ *૫) ઝૂલણાછંદ :-*

કુલ ચાર ચરણ , ૧૦,૨૦ અને ૩૦ માત્રાએ યતિ આવે.૩૭ માત્રા આવે.

 

*ઉદાહરણો :–*

- તુંજ વિના ઘેનમાં કોણ જાશે ?જાગને જાદવા કૃષ્ણ ગોવાળીયા.

📚 gkdivyesh.blogspot.com 📚

🇮🇳ભારતની સીમા સાથે જોડાયેલ દેશ 🇮🇳

🇮🇳ભારતની સીમા સાથે જોડાયેલ દેશ 🇮🇳 1⃣ *પાકિસ્તાન* 👉🏻 રાજધાની--- ઈસ...