📚ક્લસ 3 માટે મહત્ત્વના પ્રશ્નો PART~3📚
૫૧ ભારતમાં પ્રથમ રેલવે લાઈન કયા અને ક્યારે નખાઈ?
- મુંબઈ અને થાના વચ્ચે - ૧૮૫૩
૫૨ આધુનિક ટપાલ પદ્ધતિ કોના સમયમાં દાખલ થઇ?
- લોર્ડ ડેલહાઉસી
૫૩ બાળલગ્ન પ્રતિબંધક ધારો અને વિધવા પુનઃ વિવાહ ધારો કોણે પસાર કરાવ્યો?
- લોર્ડ ડેલહાઉસી
૫૪ કોની ભલામણથી ભારતમાં ત્રણ યુનિવર્સીટીની સ્થાપના થઇ?
- લોર્ડ ડેલહાઉસી
૫૫ લોર્ડ ડેલહાઉસીએ બર્માને હરાવી કયો પ્રાંત પડાવી લીધો?
- રંગૂન
૫૬ આધુનિક ભારતનો પાયો નાખવાનો શ્રેય કયા ગવર્નરને જાય છે?
- લોર્ડ ડેલહાઉસી
૫૭ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર-વ્યવહાર કોના સમયમાં શરુ થયો?
- લોર્ડ ડેલહાઉસીના
૫૮ લોર્ડ ડેલહાઉસીએ નિઝામનો કયો સમૃદ્ધ પ્રાંત ખાલસા કર્યો?
- વરાડ
૫૯ ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નાખવાનું કામ કોણે કર્યું?
- લોર્ડ કલાઇવ
૬૦ ભારતમાં અંગ્રેજ સત્તાનું રક્ષણ કરવાનું કામ કોણે કર્યું?
- વોરન હેસ્ટિંગ્સ
૬૧ ભારતમાં અંગ્રેજ સત્તાને સર્વોપરી કોણે બનાવી?
- લોર્ડ વેલેસ્લીએ
૬૨ ભારતમાં અંગ્રેજ સત્તાને બિનહરીફ અને સર્વોચ્ચ સ્થાને કોણે પહોચાડી?
- લોર્ડ ડેલહાઉસી
૬૩ અંગ્રેજોએ ભારતમાં કઈ નીતિ અપનાવી હતી?
- ભાગલા પાડો અને રાજ કરો
૬૪ ઇન્ડિયન સિવિલ સર્વિસનો સાચો સ્થાપક કોણ ગણાય છે?
- લોર્ડ કોર્નવોલિસ
૬૫ નિયામક ધારાની કહ્મીઓ કયા ધારા દ્વારા સુધારવામાં આવી?
- પીટના ધારાથી
૬૬ કોલકાતામાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી?
- ઈ.સ. ૧૭૭૪
૬૭ કાયદાઓમાં એકસરખાપણું લાવવા માટે કયુ કાયદાનું પુઅસ્તક રચાયું?
- કોર્નવોલિસ કોડ
૬૮ વકીલો માટે કાયદાની પરીક્ષા કોણે દાખલ કરી?
- લોર્ડ કોર્નવોલિસે
૬૯ ભારતમાં આધુનિક ઢબનું ન્યાયતંત્ર કોણે સ્થાપ્યું?
-લોર્ડ કોર્નવોલિસે
૭૦ કયા કાયદા દ્વારા ગવર્નર અને તેની કાઉન્સિલને વહીવટની સંપૂર્ણ સત્તા આપવામાં આવી?
- ઈ.સ. ૧૮૩૩
૭૧ કયા વાઈસરોયના અન્યાયી કાયદાઓના કારણે હિંદનો શિક્ષિત વર્ગ સંગઠિત થયો?
- વાઈસરોય લિટન
૭૨ કયા વાઈસરોયના ઉદાર શાસને હિંદના રાષ્ટ્રવાદને પ્રેરકબળ આપ્યું?
- વાઈસરોય રિપન
૭૩ ઈ.સ. ૧૮૨૮માં ભારતના ગવર્નર તરીકે કોણ આવ્યું?
- વિલિયમ બેન્ટિક
૭૪ કયો ધારો ભારતમાં બ્રિટિશ શાસનનો આધારસ્તંભ ગણાય છે?
- પીટનો ધારો (૧૭૮૪)
૭૫ પીટનો ધારો કઈ સાલ સુધી અમલમાં રહ્યો?
- ૧૮૫૭ સુધી
૭૬ કયા ગવર્નરે દરેક જિલ્લામાં મહેસૂલ વસૂલ કરવા કો૦નિ નિમણુંક કરી?
- કલેકટર
૭૭ ચાર્ટર એકટ કયારે પસાર કરવામાં આવ્યો?
- ૧૮૩૩
૭૮ ભારતમાં ન્યાયતંત્ર શરુ કરવાનું માન કોણે જાય છે?
- વોરન હેસ્ટિંગ્સ
૭૯ ભારતમાં આધુનિક ન્યાયવ્યવસ્થાના જન્મદાતા કોણે માનવામાં આવે છે?
- લોર્ડ કોર્નવોલિસને
૮૦ ભારતમાં યુરોપિયન ઢબની ન્યાયવ્યવસ્થા દાખલ કોણે કરી?
- લોર્ડ કોર્નવોલિસે
૮૧ કયા એક્ટ પ્રમાણે કાયદો બનાવવાનો અધિકાર ગવર્નર જનરલને આપવામાં આવ્યો?
- ચાર્ટર એક્ટ - ૧૮૩૩
૮૨ પ્રથમ કાયદા પંચની રચના કોણે કરી?
- લોર્ડ મેકોલે
૮૩ રૈયતવારી પદ્ધતિ કયા ગવર્નરે અમલમાં મૂકી હતી?
- મનરોએ
૮૪ લોર્ડ કોર્નવોલિસે કઈ પદ્ધતિ અપનાવી હતી?
- કાયમી જમાબંધી
૮૫ જોડાણનીતિ કયા ગવર્નરે અપનાવી હતી?
- વિલિયમ બેન્ટિક
૮૬ સતીપ્રથા નાબૂદ કરતો કાયદો કયા ગવર્નરે દાખલ કર્યો?
- વિલિયમ બેન્ટિક (૧૮૨૯)
૮૭ કોના સમયમાં ભારતીય સૈનિકોને લડવા વિદેશ મોકલવામાં આવતા?
- વાઈસરોય કેનિંગ
૮૮ ભારતમાં કંપની શાસનનો અંત ક્યારે આવ્યો?
- ૧૮૫૮માં
૮૯ બંગાળના ભાગલા કયા વાઇસરોયે પાડ્યા?
- લોર્ડ કર્ઝને (૧૯૦૫)
૯૦ મુસ્લિમ લીગની સ્થાપના કયા વાઈસરોયના સમયમાં થઇ?
- વાઈસરોય લોર્ડ મિન્ટો
૯૧ જલિયાવાલા બાગનો હત્યાકાંડ કોણે કર્યો હતો?
- જનરલ ડાયરે
૯૨ હિંદ છોડો આંદોલન વખતે ભારતમાં વાઈસરોય કોણ હતા?
- વાઈસરોય લિનલીથગો
૯૩ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતના વાઈસરોય કોણ હતા?
- વેવેલ
૯૪ વેવેલ દ્વારા રજૂ કરાયેલ યોજના કયા નામે ઓળખાય છે?
- વેવેલ યોજના
૯૫ કયા વાઈસરોયના સમયમાં નૌકા સૈનિકોનો બળવો થયો?
- વેવેલ
૯૬ વેવેલના સ્થાને વાઇસરોય તરીકે કોની નિમણુંક કરવામાં આવી?
- લોર્ડ માઉન્ટબેટન
૯૭ લોર્ડ માઉન્ટબેટન યોજના કયા નામે ઓળખાય છે?
- ભારતીય સ્વાતંત્ર્ય ધારો, ૧૯૪૭
૯૮ ભારતના છેલ્લા વાઈસરોય કોણ હતા?
- લોર્ડ માઉન્ટબેટન
૯૯ અખંડ ભારતના ભાગલા માટેની અંતિમ યોજના કયા નામે ઓળખાય છે?
- લોર્ડ માઉન્ટબેટન યોજના
૧૦૦ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?
- સી રાજગોપાલાચારી
📚 gkdivyesh.blogspot.com
No comments:
Post a Comment