🌏ગુજરાતની ભૂગોળ🌏
1. ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવે છ? કચ્છ
2. ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે? સુરત
3. સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે ? ( સંખ્યાની દ્રષ્ટિએ) અમદાવાદ
4. સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે ?(સંખ્યાની દ્રષ્ટિએ) ડાંગ
5. વસ્તી પ્રમાણે ભારતનાં રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? નવમો
6. દીવનો કેન્દ્રશાસિત વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવેલો છે ? દક્ષિણ સૌરાષ્ટ્ર
7. ડાંગ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? 3 (આહવા,સુબીર,અને વઘઈ)
8. અટિરા શાના માટે જાણીતું છે ? કાપડ સંશોધન
9. બનાસ નદીની બે શાખા નદીઓ કઈ છે ? સિપ્રી અને બાલારામ
10. શિયાળ બેટ જિલ્લા કયા જિલ્લામાં છે ? અમરેલી
11. બનાસકાઠા જિલ્લાની પશ્ચિમે આવેલા અર્ધ રણવિસ્તાર કયા નામે ઓળખાય છે ? ગોઢા
12. કયા પ્રદેશમાં સૌથી વધુ કપાસ થાય છે ? કાનમપ્રદેશ
13. ગુજરાતમાં મોરધારના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે ? ભાવનગર
14. ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ કયા બે બંદર પર છે ? સચાણા અને અલંગ
15. ગુજરાતમાં ઈફકોના પ્લાન્ટ કયા આવેલો છે ? કલોલ અને કંડલામાં
16. ગુજરાતનું ઇકબાલગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા જિલ્લામાં
17. ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે કેટલા જિલ્લા હતા ? 17
18. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? રાજપીપળા
19. ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધારે કયા જિલ્લા માં થાય છે ? વલસાડ
20. ટંકારા કયા જિલ્લામાં આવેલું છે ? મોરબી
21. માત્ર 1 મતદાતા માટેનું મતદાનમથક બાણેજ કયા મતવિસ્તાર હેઠળ આવે છે ? ઊના
22. ડાકોરમાં કયું આવેલું તળાવ છે ? ગોમતી તળાવ
23. દૂધ સરિતા ડેરી કયા શહેરમાં છે ? ભાવનગર
24. ગુજરાતનો સૌથી મોટો બોટાનિકાલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો છે ? ડાંગ (વઘઈ)
25. કયું સ્થળ હિંદુ-મુસ્લિમ ધર્મ અને સંસ્કૃતિના સમન્વય માટે જાણીતું છે ? પીરાણા
26. કચ્છના રણના જંગલી ગધેડાને શું કહે છે ? ઘુડખર
27. ગુજરાતમાં સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ કયા સ્થળે આવેલો છે ? દંતાલી
28. સમેતશિખર કયા ધર્મનું તીર્થધામ છે ? જૈન
29. ડાંગમાં હોળી કયા નામે ઓળખાય છે ? શિગમા
30. ગુજરાતમાં કયા જિલ્લામાં ખેતી હેઠળ ની જમીન સૌથી વધુ છે ? બનાસકાંઠા
31. અરવલ્લીની ગિરિમાળામાં ગુજરાતનું કયું પ્રખ્યાત તીર્થધામ આવેલ છે ? અંબાજી
32. મેરાયો કયા લોકોનું લોકનૃત્ય છે ? વાવ તાલુકાના ઠાકોરોનું (બનાસકાઠા જીલ્લો)
33. ગિરનારનું સૌથી ઊંચું શિખર કયું છે ? ગોરખનાથ
34. કયા પ્રદેશમાં ઊચા પ્રકારનું ઘાસ થાય છે ? બન્ની
35. મીરાંદાતાર કઈ નદીના કિનારે છે ? પુષ્પાવતી
36. વાગડનો વિસ્તાર ગુજરાતના કયા જિલ્લામાં છે ? કચ્છ
37. મુક્તેશ્વર સિંચાય યોજના કઈ નદી પર છે ? સરસ્વતી
38. તાનારીરીની સમાધિ કયા આવેલી છે ? વડનગર (મહેસાણા જીલ્લો)
39. કઈ નદી વઢવાણ અને સુરેન્દ્રનગર ને જુદા પડે છે ? ભોગાવો
40. વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે ? પાવાગઢમાં
41. ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું કયા સ્થાપવામાં આવ્યું હતું ? બારડોલી
42. સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ? ભાદર
43. ગિરનારમાં કુલ કેટલા શિખરો આવેલા હે ? 5
44. અકીકની નમૂનેદાર વસ્તુઓ ક્યાં બને છે ? ખંભાત (આણંદ જિલ્લો)
45. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયા આવેલો છે ? વઘઈમાં (ડાંગ જિલ્લો )
46. રવેચીનો મેળો કચ્છના કયા તાલુકામાં ભરાય છે ? રાપર
47. સુમૂલ ડેરી કયા શહેરમાં આવેલી છે ? સુરત
48. સિપુ કયા જિલ્લાની નદી છે ? બનાસકાઠા
49. જિલ્લાઓની નવરચના થયા બાદ ગુજરાતના કેટલા જિલ્લા સમુદ્રકિનારો ધરાવે છે ? 15 જિલ્લા
50. કચ્છના અખાતના કાંઠે કયું બંદર સમગ્ર ભારતનું ‘મુકત વ્યાપાર વિસ્તાર’ ધરાવતું બંદર છે ? કંડલા
51. ગુજરાતનું બીજા નંબર નું સૌથી ઊચું શિખર કયું છે ? સાપુતારા
52. સુરખાબનગર કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ
53. નાગમતી અને રંગમતી નદીના સંગમસ્થળ પર કયું શહેર આવેલું છે ? જામનગર
54. ફાગવેલ શાના માટે જાણીતું છે ? ભાથીજીનું મંદિર
55. જાફરાબાદ બંદર કયા જિલ્લામાં આવેલું છે ? અમરેલી
56. બારડોલી કયા ઉદ્યોગનું કેન્દ્ર છે ? ખાંડ
57. ગુજરાતમાં ચીપ બોર્ડ બનાવવાનું કારખાનું કયાં આવેલું છે ? બિલિમોરા (નવસારી જિલ્લો)
58. યાત્રાધામ દ્વારકા કયા જિલ્લામાં છે ? દેવભૂમિ દ્વરકા
59. તારંગા કયા જિલ્લામાં આવેલુ છે? મહેસાણા
60. ગુજરાતનો કયો મેળો ગર્દભમેળા તરીકે ઓળખાય છે ? વૌઠાનો
61. વૌઠાનો મેળો કયા તાલુકામાં ભરાય છે ? ધોળકા
62. બાજરીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ? બનાસકાંઠા
63. વિશ્વામિત્રી નદી કયાથી નીકળે છે ? પાવાગઢના ડુંગરમાંથી
64. મુક્તેશ્વર બંધ કઈ નદી પર છે ? સરસ્વતી
65. જૈન તીર્થસ્થળ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ
66. ગુજરાતમાં જામફળ અને દાડમ માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ? ભાવનગર
67. ભારતમાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે ? પ્રથમ
68. કચ્છના નાના રણમાં અને નળ સરોવર વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ? ઝાલાવાડ
69. સિક્કા અને રાણાવાવ કયા ઉદ્યોગ માટે જાણીતાં છે ? સિમેન્ટ
70. શેઢી નદી કયાથી નીકળે છે ? ધામોદના ડુંગરમાંથી
71. શામળાજી મંદિરમાં કયા દેવની મૂર્તિ છે ? વિષ્ણુ
72. આરસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? બનાસકાંઠા
73. રાજપીપળા પાસેનો કયો ધોધ જાણીતો છે ? શૂરપાણેશ્વર
74. ગોપનાથ મહાદેવ નું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર
75. ચરોતર કઈ બે નદીઓ વચ્ચે આવેલો પ્રદેશ છે ? મહી અને શેઢી
76. કયા વૃક્ષના પાનમાંથી પડિયાં પતરાળા તૈયાર કરવામાં આવે છે ? ખાખરા
77. સૌરાષ્ટ્રની દક્ષિણે કયો દ્વિપ આવેલો છે ? દીવ
78. જૂનાગઢ આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ? સોરઠ
79. ગુજરાતમાં સૌથી મોટો મહેલ કયો છે ? લક્ષ્મી વિલાસ પેલેસ , વડોદરા
80. દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક કયું છે ? ખંભાળીયા
🌏ગુજરાતની ભૂગોળ🌏
81. ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ છે ? બનાસ,સરસ્વતી,રૂપેણ
82. રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર કયા આવેલ છે ? જૂનાગઢ
83. પૂર્ણ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે ? ડાંગ
84. કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે ? મુંદ્રા
85. જખૌ બંદર કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ
86. રંગ-રસાયણોનું કેન્દ્ર એવું અતુલ કઈ ટેકરીઓમાં આવેલ છે ? પારનેરાની ટેકરીઓમાં
87. સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે ? હિરણ
88. હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર કયા આવેલ છે ? વડનગર
89. અંબિકા અને પૂર્ણા નદી કયા સમુદ્રને મળે છે ? અરબી સમુદ્રને
90. ગુજરાતમાં કયા સ્થળે કાળિયાર હરણ જોવા મળે છે ? વેળાવદર (ભાવનગર)
91. વણાકબોરી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ? મહી નદી પર
92. ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ? જામનગર
93. ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠ કયા આવેલી છે ? સાપુતારા
94. ગુજરાતનો કયો જિલ્લો પહેલા નવાનગર તરીકે ઓળખાતો હતો ? જામનગર
95. ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલ છે ? નર્મદા (ભરૂચ)
96. બરડો ડુંગરના સૌથી ઊંચા ડુંગરનું નામ શું છે ? આભપરા
97. ડુમ્મસ કયા જિલ્લામાં આવેલું છે ? સુરત
98. કઈ ટેકરીઓ વચ્ચે અંબાજીનું યાત્રાધામ આવેલું છે ? આરાસુરની
99. ગાંધીધામ કંડલા-પઠાણકોટ હાઇવે જે 8-A હતો તેનો નવો નંબર શું છે ? 141
100. મીઠાના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયા નંબરે છે ? પ્રથમ
101. ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ
102. ગુજરાતના કયા શહેરમાં સૌથી વધારે વૃક્ષો છે ? ગાંધીનગર
103. વડોદરા જિલ્લાના તડવી આદિવાસીઓનું લોકનૃત્ય કયું છે ? માંડવાનૃત્ય
104. હાથબ કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર
105. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું નામ શું છે ? વીર નર્મદ યૂનિવર્સિટી
106. અલિયાબેટ અને પીરમબેટ ક્યાં આવેલા છે ? ખંભાતના અખાતમાં
107. ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? સુરેન્દ્રનગર
108. બનાસકાંઠા જિલ્લામાંનો કાંકરેજ તાલુકો શેના માટે જાણીતો છે ? ગાયો માટે
109. જૂનાગઢ જિલ્લામાંથી કયો જિલ્લો બનાવામાં આવ્યો છે ? ગીર સોમનાથ
110. તુલસીશ્યામ વિહારધામ કયા જિલ્લામાં છે ? જૂનાગઢ
111. ગુજરાતનો પ્રસિદ્ધ પલ્લીનો મેળો ક્યાં ભરાય છે ? રૂપાલ (ગાંધીનગર પાસે )
112. વૃંદાવન ફિલ્મ સ્ટુડીઓ ક્યાં આવેલો છે ? ઉમરગામ (વલસાડ)
113. મંજીરા નૃત્ય કયા લોકોનું જાણીતું નૃત્ય છે ? પઢાર લોકોનું
114. કયા ખનિજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાખંડમાં પ્રથમ સ્થાને છે ? ફ્લોરસ્પાર
115. સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ કયા જિલ્લામાં છે ? મોરબી
116. ‘સોમદભવા’ તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે ? નર્મદા
117. દાંતીવાડા યોજના કઈ નદી પર છે ? બનાસ
118. નવાગામ શા માટે પ્રખ્યાત છે ? નર્મદાબંધ માટે
119. સૂડી અને ચપ્પુ માટે કયુ સ્થળ વખણાય છે ? અંજાર
120. સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ? જામનગર
121. પાટણ કઈ નદીના કિનારે આવેલું છે ? સરસ્વતી
122. વલસાડ કઈ નદીના કિનારે આવેલુ છે ? ઔરંગા
123. ભરૂચ જિલ્લામાં કયા સ્થળે ગરમ પાણીના કુંડ આવેલા છે ? કાવી
124. ગુજરાતનું કયું શહેર સફેદ ક્રાંતિ માટે પ્રખ્યાત છે ? આણંદ
125. મેશ્વો નદી પર બંધ બાંધવાથી તૈયાર થયેલ સરોવર કયા નામે ઓળખાય છે ? શ્યામ સરોવર
126. કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલુ છે ? કચ્છ જિલ્લામાં
127. દાંતા અને પાલનપુર નજીકની ટેકરીઓ કયા નામે ઓળખાય છે ? જેસોરની ટેકરીઓ
128. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડે છે ? વલસાડ
129. અટિરા શું છે ? કાપડ ઉદ્યોગની સંશોધન સંસ્થા
130. ખંભાતના અખાતમાં કયા બેટ છે ? અલિયાબેટ અને પીરમબેટ
131. ગુજરાતના કયા સ્થળે દર અઢાર વર્ષે કુંભમેળાનું આયોજન થાય છે ? ભાડભૂત
132. ગુજરાતનું કયું બંદર મત્સ્યબંદર તરીકે ઓળખાય છે ? વેરાવળ
133. ગુજરાતનું કયું મંદિર કર્કવૃત્ત પર આવેલું છે ? મોઢેરાનું સૂર્યમંદિર
134. આરાસુરના ડુંગરો પૈકી સૌથી ઊચો ડુંગર કયો છે ? જેસોર
135. ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ? વલસાડ
136. ગુજરાતનું રાજ્યપંખી કયું છે ? સુરખાબ
137. ઓઈલ એન્જિન ઉદ્યોગ માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ? રાજકોટ
138. વાડીનાર બંદર કયા જીલ્લામાં આવેલું છે ? દેવભૂમિ દ્વારકા
139. ચાંદોદ કઈ નદીના કિનારે છે ? નર્મદા
140. ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ? મીઠાના ઉત્પાદન માટે
141. મોરબી શહેર કઈ નદીના કિનારે આવેલું છે ? મચ્છુ
142. પારસીઓના કાશી તરીકે કયું શહેર જાણીતું છે ? ઉદવાડા (વલસાડ જિલ્લો)
143. ગુજરાતમાં સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો કયો છે ? ડાંગ
144. ભાડ ભૂતેશ્વર મહાદેવ મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? ભરૂચ
145. ગુજરાતમાં સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયા છે ? ઊંઝા
146. ખેડબ્રહ્મા કઈ નદીના કિનારે આવેલું છે ? હરણાવ
147. સુકભાદર નદી કયાથી નીકળે છે ? ચોટીલા પાસેના ડુંગરમાંથી
148. સૌરાષ્ટ્રની કઈ નદી અંત:સ્થ (કુમારિકા) ગણાય છે ? મચ્છુ
149. ગુજરાતનું મુખ્ય વિજમથક ધુવારણ કયા જિલ્લામાં આવેલું છે ? આણંદ જિલ્લો
150. બેડી બંદર કયા જિલ્લામાં આવેલું છે ? જામનગર
151. નવલખી કયા જિલ્લાનું બંદર છે ? મોરબી
152. મહિસાગર જિલ્લો કયા જિલ્લાઓમાંથી બન્યો ? ખેડા,પંચમહાલ
153. ડાંગ જિલ્લાનું વડુ મથક કયુ છે ? આહવા
154. ગીરનાર પર્વતમાંથી કઈ નદી નીકળે છે ? સુવર્ણ
155. ધોળીધજા ડેમ કયા જિલ્લામાં આવેલ છે ? સુરેન્દ્રનગર
156. ઈડરિયોગઢ કઈ ગિરિમાળાનો ભાગ છે ? અરવલ્લી
157. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે ? કચ્છ
158. વિશ્વ મંગલમ સંસ્થા ક્યાં આવેલી છે ? અનેરા
159. જાંબુઘોડા કયા જિલ્લામાં આવેલું છે પંચમહાલ
160. સહજાનંદ વન ક્યાં આવેલું છે ? ગાંધીનગર
⛔મીઠું પકવવામાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? ✔પહેલું
⛔વેળાવદર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? ✔ ભાવનગર
⛔મીરાદાતરની દરગાહ ક્યાં આવેલી છે? ✔ઉનાવા
⛔સલાયા બંદર કયા જિલ્લા માં આવેલું છે ✔જામનગર
⛔વોટ્સન સંગ્રહાલય ક્યાં આવેલું છે? ✔ રાજકોટ
⛔લકી સ્ટુડિયો ક્યાં છે? ✔ હાલોલમાં
⛔મીઠાપુરમાં શાનું કારખાનું છે? ✔ તાતા કેમિકલ્સનું
⛔કીર્તિમંદિર શું છે? ✔ પોરબંદરમાં આવેલું ગાંધીજીનું સ્મારક
⛔વસ્તીની દ્રષ્ટિએ ભારતનાં રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? ✔નવમું
⛔ગુજરાતનાં જિલ્લાઓમાંટ કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે? ✔ખેડા
⛔ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? ✔ 942
⛔દૂધસાગર ડેરી કયા શહેરની છે? ✔ મહેસાણા
⛔ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ સંકુલ કયા રાજ્યમાં સ્થપાયું છે? ✔ વડોદરા
⛔ગુજરાતમાંથી કયો રષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? ✔ નં-8
⛔સાત નદીઓનાં પાણીનો સંગમ ગુજરાતમાં ક્યાં થાય છે? ✔ વૌઠામાં
⛔દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે? ✔ બનાસ
⛔સાતપુડા પર્વતનું ઉંચુ શિખર કયું છે? ✔ ધૂપગઢ
⛔સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ✔ હિંમતનગર
⛔કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ✔ ભુજ
⛔પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ✔ગોધરા
⛔ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ✔ આહવા
⛔ભારતમાં ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ કયો ક્રમ છે? ✔સાતમો
⛔સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી કયા જિલ્લામાં આવેલું છે? ✔ ગાંધીનગર
⛔સુરત કઇ નદી પર વસેલું છે? ✔ તાપી
⛔હીરાભાગોળની વાવ ક્યાં આવેલી છે? ✔ડભોઇ
⛔વડોદરા કઇ નદી પર વસેલું છે? ✔વિશ્વામિત્રી
⛔મુસ્લિમોનું યાત્રાધામ હાજીપીર કયા જીલ્લામાં આવેલું છે? ✔ કચ્છ
⛔જેસલતોરલની સમાધિ ક્યાં આવેલી છે? ✔અંજાર
⛔સૌરાશ્ટ્રના જીલ્લા કેટલા છે? ✔ 7 (સાત)
⛔ગુજરાતમાં કયા ગામની તુવેરની દાળ પ્રખ્યાત છે? ✔ વાસદ
🙏Vala Divyesh🙏
No comments:
Post a Comment