📚 ભારતનું બંધારણ📚
🍂૧. ઈ.સ.૧૯૪૬ માં શેમાં બંધારણસભાની વ્યવસ્થા કરવામાં આવી હતી ?
– કેબીનેટ મિશનમાં
🍂૨. ઈ.સ.૧૯૪૬ માં પ્રાંતોની ધારાસભાના સભ્યો દ્વારા બંધારણસભાનાં કેટલા સભ્યોની ચૂંટણી થઈ ?
– ૩૮૯
🍃૩. બંધારણસભાનાં પ્રમુખ કોણ હતાં?
– ડૉ. રાજેન્દ્રપ્રસાદ
🍂૪. બંધારણસભાની પ્રથમ બેઠક કોના પ્રમુખ પદે મળી હતી ?
– સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે
🍃૫. બંધારણસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?
– ૯ ડિસેમ્બર,૧૯૪૬
🍂૬. ડો. રાજેન્દ્રપ્રસાદને ક્યારે બંધારણસભાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા ?
– ૧૧ ડિસેમ્બર,૧૯૪૬
🍃૭. બંધારણ સમિતિ (બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિ) ની રચના ક્યારે કરવામાં આવી ?
– ૨૯ ઓગષ્ટ, ૧૯૪૭
🍂૮. બંધારણ સમિતિ (બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિ) ના અધ્યક્ષ કોણ હતાં ?
– ડૉ. ભીમરાવ (બાબા સાહેબ) આંબેડકર
🍂૯. બંધારણ સમિતિ (બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિ) ના સલાહકાર કોણ હતાં ?
– સર બેનીગાલ નરસિંહરાવ
🍃૧૦. મુસદ્દા સમિતિએ તૈયાર કરેલ ખરડાનું પ્રથમ વાંચન ક્યારે થયું ?
– ૪ નવેમ્બર,૧૯૪૮ ના રોજ
🍂૧૧. બંધારણને ક્યારે મંજૂર થયેલુ જાહેર કરવામાં આવ્યુ ?
– ૨૬ નવેમ્બર,૧૯૪૯
🍃૧૨. બધારણને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો ?
– ૨ વર્ષ,૧૧ મહિના અને ૧૮ દિવસ
🍂૧૩. પ્રજાસત્તાક ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
– ડૉ. રાજેન્દ્રપ્રસાદ
🍃૧૪. ડૉ. રાજેન્દ્રપ્રસાદને પ્રજાસત્તાક ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ક્યારે ચૂંટવામાં આવ્યા ?
– ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ
🍂૧૫. બંધારણનો અમલ ક્યારથી શરુ થયો ?
– ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ
🍃૧૬. ભારતના બંધારણનો પ્રારંભ શેનાથી થાય છે ?
– આમુખથી
🍂૧૭. વિશ્વનું સૌથી વિશાળ બંધારણ કયા દેશનું છે ?
– ભારત
🍃૧૮. બંધારણનો ૪૨ મો સુધારો ક્યારે થયો ?
– ઈ.સ. ૧૯૭૬
🍂૧૯. બંધારણના કયા ભાગમાં મૂળભૂત હકોનો સ્વીકાર કરવામાં આવ્યો છે ?
– બંધારણના ત્રીજા ભાગમાં
🍃૨૦. બંધારણના ચોથા ભાગમાં શેનો સમાવેશ થાય છે ?
– રાજનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો
🍂૨૧. રાજનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો કયા બે વિભાગમાં છે ?
– (૧) આંતરિક નીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો અને (૨) બાહ્ય નીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો
🍃૨૨. બંધારણની કલમ ૭૯ અનુસાર ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય છે ?
– રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા
🍂૨૩. ખરડો કાયદો ક્યારે બને ?
– સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) કાયદાના ખરડાને પસાર કરે પછી રાષ્ટ્રપતિની સહી થતાં ખરડો કાયદો બને છે.
🍃૨૪. બંધારણની કઈ કલમ અનુસાર રાજ્યસભાની કુલ સભ્યસંખ્યા ૨૫૦ નક્કી કરવામાં આવી છે ?
– કલમ ૮૦ અનુસાર
🍂૨૫. રાજ્યસભાની કુલ સભ્યસંખ્યા ૨૫૦ માંથી કેટલા સભ્યોની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે ?
– ૧૨ સભ્યો
🍃૨૬. રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે ?
– ઓછામાં ઓછી ૩૦ વર્ષ
🍂૨૭. રાજ્યસભાના સભ્યો કેટલા વર્ષ માટે ચૂંટાય છે ?
– ૬ વર્ષ માટે
🍃૨૮. રાજ્યસભા એ કેવુ ગૃહ છે ?
– કાયમી ગૃહ
🍂૨૯. રાજ્યસભામાં દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત થાય છે ?
– ૧/૩ ભાગના સભ્યો
🍃૩૦. રાજ્યસભાની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી બેઠક મળવી જ જોઇએ ?
– ઓછામાં ઓછી બે(૨) બેઠક
🍂૩૧. રાજ્યસભાની કામગીરીનું સંચાલન કોના દ્વારા થાય છે ?
– અધ્યક્ષ દ્વારા(ચેરમૅન)
🍃૩૨. રાજ્યસભાના અધ્યક્ષનો હોદ્દો કોણ સંભાળે છે ?
– ભારતના ઉપરાષ્ટ્રપતિ
🍂૩૩. બંધારણની કઈ કલમ અનુસાર લોકસભાના સભ્યો ચૂંટાય છે ?
– કલમ (૮૧) અનુસાર
🍃૩૪. ૪૨મા બંધારણીય સુધારા મુજબ લોકસભાની સભ્યસંખ્યા કેટલી રહેશે ?
– ૫૪૫ સભ્યો
🍂૩૫. લોકસભાના સભ્ય બનવા માટે કેટલી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે ?
– ઓછામાં ઓછી ૨૫ વર્ષ
🍃૩૬. લોકસભાની સમય મર્યાદા કેટલા વર્ષ નક્કી કરવામાં આવી છે ?
– ૫ વર્ષ
🍂૩૭. લોકસભાની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી બેઠક મળવી જ જોઇએ ?
– ઓછામાં ઓછી બે(૨) બેઠક
🍃૩૮. લોકસભાની કામગીરીનું સંચાલન કોના દ્વારા થાય છે ?
– અધ્યક્ષ દ્વારા(સ્પીકર)
🍃૪૦. બંધારણમાં અત્યાર સુધી કેટલા સુધારાઓ થયા છે ?
– ૭૮ સુધારા
🍂૪૧. દરેક પ્રધાન વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે ?
– વડાપ્રધાન ને
🍃૪૨. પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર છે ?
– લોકસભાને
🍂૪૩. પ્રધાનો દરેક કાર્ય કોના નામે કરે છે ?
– રાષ્ટ્રપતિ
🍃૪૪. સરકારી ખરડાઓ કોણ રજુ કરે છે ?
– જે–તે ખાતા ના પ્રધાન
🍂૪૫. બિનસરકારી ખરડો એટલે શું ?
– પ્રધાન સિવાય અન્ય કોઈ સભ્ય ખરડો રજુ કરે
🍃૪૬. ખરડો રજુ કરતા પહેલા કોની મંજુરી લેવી પડે ?
– સ્પીકરની
🍂૪૭. કયો ખરડો પહેલા લોકસભામાં જ રજુ થઇ શકે ?
– નાણાંકીય ખરડો
🍃૪૮. લોકસભાએ પસાર કરેલા નાણાંકીય ખરડાને રાજ્યસભાએ ચર્ચા કરી કેટલા દિવસમાં લોકસભાને પરત મોકલવો પડે ?
– ૧૪ દિવસ
🍂૪૯. ૧૪ દિવસમાં પરત ન મોકલેલો ખરડો કોણે પસાર કર્યો ગણાય ?
– રાજ્યસભાએ
🍃૫૦. બંધારણની કઈ કલમ અનુસાર રાષ્ટ્રપતિના હોદ્દાની ઉમેદવારી નક્કી કરવામાં આવી છે ?
– કલમ ૫૮
📚 gkdivyesh.blogspot.com 📚
ભારતીય બંધારણ ના અધ્યાક્સ કોણ હતા
ReplyDeleteભારતીય બંધારણ ના અધ્યાક્સ કોણ હતા
ReplyDelete