Do Not Copy

Sunday, 27 August 2017

📚 ભારતનું બંધારણ 50📚

📚 ભારતનું બંધારણ📚

🍂૧. ઈ.સ.૧૯૪૬ માં શેમાં બંધારણસભાની વ્યવસ્થા કરવામાં આવી હતી ?
– કેબીનેટ મિશનમાં

🍂૨. ઈ.સ.૧૯૪૬ માં પ્રાંતોની ધારાસભાના સભ્યો દ્વારા બંધારણસભાનાં કેટલા સભ્યોની ચૂંટણી થઈ ?
– ૩૮૯

🍃૩. બંધારણસભાનાં પ્રમુખ કોણ હતાં?
– ડૉ. રાજેન્દ્રપ્રસાદ

🍂૪. બંધારણસભાની પ્રથમ બેઠક કોના પ્રમુખ પદે મળી હતી ?
– સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે

🍃૫. બંધારણસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?
–  ૯ ડિસેમ્બર,૧૯૪૬

🍂૬. ડો. રાજેન્દ્રપ્રસાદને ક્યારે બંધારણસભાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા ?
–  ૧૧ ડિસેમ્બર,૧૯૪૬

🍃૭. બંધારણ સમિતિ (બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિ) ની રચના ક્યારે કરવામાં આવી ?
–  ૨૯ ઓગષ્ટ, ૧૯૪૭

🍂૮. બંધારણ સમિતિ (બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિ) ના અધ્યક્ષ કોણ હતાં ?
– ડૉ. ભીમરાવ (બાબા સાહેબ) આંબેડકર

🍂૯. બંધારણ સમિતિ (બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિ) ના સલાહકાર કોણ હતાં ?
–  સર બેનીગાલ નરસિંહરાવ

🍃૧૦. મુસદ્દા સમિતિએ તૈયાર કરેલ ખરડાનું પ્રથમ વાંચન ક્યારે થયું ?
–   ૪ નવેમ્બર,૧૯૪૮ ના રોજ

🍂૧૧. બંધારણને ક્યારે મંજૂર થયેલુ જાહેર કરવામાં આવ્યુ ?
–  ૨૬ નવેમ્બર,૧૯૪૯

🍃૧૨. બધારણને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો ?
–  ૨ વર્ષ,૧૧ મહિના અને ૧૮ દિવસ

🍂૧૩. પ્રજાસત્તાક ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
– ડૉ. રાજેન્દ્રપ્રસાદ

🍃૧૪. ડૉ. રાજેન્દ્રપ્રસાદને પ્રજાસત્તાક ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ક્યારે ચૂંટવામાં આવ્યા ?
–  ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ

🍂૧૫. બંધારણનો અમલ ક્યારથી શરુ થયો ?
– ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ

🍃૧૬. ભારતના બંધારણનો પ્રારંભ શેનાથી થાય છે ?
– આમુખથી

🍂૧૭. વિશ્વનું સૌથી વિશાળ બંધારણ કયા દેશનું છે ?
– ભારત

🍃૧૮. બંધારણનો ૪૨ મો સુધારો ક્યારે થયો ?
– ઈ.સ. ૧૯૭૬

🍂૧૯. બંધારણના કયા ભાગમાં મૂળભૂત હકોનો સ્વીકાર કરવામાં આવ્યો છે ?
– બંધારણના ત્રીજા ભાગમાં

🍃૨૦. બંધારણના ચોથા ભાગમાં શેનો સમાવેશ થાય છે ?
– રાજનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો

🍂૨૧. રાજનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો કયા બે વિભાગમાં છે ?
–  (૧) આંતરિક નીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો અને (૨) બાહ્ય નીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો

🍃૨૨.  બંધારણની કલમ ૭૯ અનુસાર ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય છે ?
–  રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા

🍂૨૩. ખરડો કાયદો ક્યારે બને ?
– સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) કાયદાના ખરડાને પસાર કરે પછી રાષ્ટ્રપતિની સહી થતાં ખરડો કાયદો બને છે.

🍃૨૪. બંધારણની કઈ કલમ અનુસાર રાજ્યસભાની કુલ સભ્યસંખ્યા ૨૫૦ નક્કી કરવામાં આવી છે ?
– કલમ ૮૦ અનુસાર

🍂૨૫. રાજ્યસભાની કુલ સભ્યસંખ્યા ૨૫૦ માંથી કેટલા સભ્યોની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે ?
– ૧૨ સભ્યો

🍃૨૬. રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે ?
– ઓછામાં ઓછી ૩૦ વર્ષ

🍂૨૭. રાજ્યસભાના સભ્યો કેટલા વર્ષ માટે ચૂંટાય છે ?
– ૬ વર્ષ માટે

🍃૨૮. રાજ્યસભા એ કેવુ ગૃહ છે ?
–  કાયમી ગૃહ

🍂૨૯. રાજ્યસભામાં દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત થાય છે ?
– ૧/૩ ભાગના સભ્યો

🍃૩૦. રાજ્યસભાની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી બેઠક મળવી જ જોઇએ ?
–  ઓછામાં ઓછી બે(૨) બેઠક

🍂૩૧. રાજ્યસભાની કામગીરીનું સંચાલન કોના દ્વારા થાય છે ?
–  અધ્યક્ષ દ્વારા(ચેરમૅન)

🍃૩૨. રાજ્યસભાના અધ્યક્ષનો હોદ્દો કોણ સંભાળે છે ?
–  ભારતના ઉપરાષ્ટ્રપતિ

🍂૩૩. બંધારણની કઈ કલમ અનુસાર લોકસભાના સભ્યો ચૂંટાય છે ?
–  કલમ (૮૧) અનુસાર

🍃૩૪. ૪૨મા બંધારણીય સુધારા મુજબ લોકસભાની સભ્યસંખ્યા કેટલી રહેશે ?
–  ૫૪૫ સભ્યો

🍂૩૫. લોકસભાના સભ્ય બનવા માટે કેટલી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે ?
–  ઓછામાં ઓછી ૨૫ વર્ષ

🍃૩૬. લોકસભાની સમય મર્યાદા કેટલા વર્ષ નક્કી કરવામાં આવી છે ?
–  ૫ વર્ષ

🍂૩૭.  લોકસભાની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી બેઠક મળવી જ જોઇએ ?
–  ઓછામાં ઓછી બે(૨) બેઠક

🍃૩૮. લોકસભાની કામગીરીનું સંચાલન કોના દ્વારા થાય છે ?
–  અધ્યક્ષ દ્વારા(સ્પીકર)

🍃૪૦. બંધારણમાં અત્યાર સુધી કેટલા સુધારાઓ થયા છે ?
–  ૭૮ સુધારા

🍂૪૧. દરેક પ્રધાન વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે ?
–  વડાપ્રધાન ને

🍃૪૨. પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર છે ?
–  લોકસભાને

🍂૪૩. પ્રધાનો દરેક કાર્ય કોના નામે કરે છે ?
–  રાષ્ટ્રપતિ

🍃૪૪. સરકારી ખરડાઓ કોણ રજુ કરે છે ?
– જે–તે ખાતા ના પ્રધાન

🍂૪૫. બિનસરકારી ખરડો એટલે શું ?
–  પ્રધાન સિવાય અન્ય કોઈ સભ્ય ખરડો રજુ કરે

🍃૪૬. ખરડો રજુ કરતા પહેલા કોની મંજુરી લેવી પડે ?
– સ્પીકરની

🍂૪૭. કયો ખરડો પહેલા લોકસભામાં જ રજુ થઇ શકે ?
–   નાણાંકીય ખરડો

🍃૪૮. લોકસભાએ પસાર કરેલા નાણાંકીય ખરડાને રાજ્યસભાએ ચર્ચા કરી કેટલા દિવસમાં લોકસભાને પરત મોકલવો પડે ?
–   ૧૪ દિવસ

🍂૪૯. ૧૪ દિવસમાં પરત ન મોકલેલો ખરડો કોણે પસાર કર્યો ગણાય ?
–  રાજ્યસભાએ

🍃૫૦. બંધારણની કઈ કલમ અનુસાર રાષ્ટ્રપતિના હોદ્દાની ઉમેદવારી નક્કી કરવામાં આવી છે ?
–  કલમ ૫૮

📚 gkdivyesh.blogspot.com 📚

2 comments:

  1. ભારતીય બંધારણ ના અધ્યાક્સ કોણ હતા

    ReplyDelete
  2. ભારતીય બંધારણ ના અધ્યાક્સ કોણ હતા

    ReplyDelete

🇮🇳ભારતની સીમા સાથે જોડાયેલ દેશ 🇮🇳

🇮🇳ભારતની સીમા સાથે જોડાયેલ દેશ 🇮🇳 1⃣ *પાકિસ્તાન* 👉🏻 રાજધાની--- ઈસ...