Do Not Copy

Tuesday, 8 August 2017

GUJARAT IMP

💐GUJARAT IMPORTANT QUESTIONS💐

1. ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવે છ?    કચ્છ
2. ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?  સુરત
3. સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે ?  ( સંખ્યાની દ્રષ્ટિએ)  અમદાવાદ
4. સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે ?(સંખ્યાની દ્રષ્ટિએ)  ડાંગ
5. વસ્તી પ્રમાણે ભારતનાં રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ?  નવમો
6. દીવનો કેન્દ્રશાસિત વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવેલો છે ?  દક્ષિણ સૌરાષ્ટ્ર
7. ડાંગ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? 3 (આહવા,સુબીર,અને વઘઈ)
8. અટિરા શાના માટે જાણીતું છે ?  કાપડ સંશોધન
9. બનાસ નદીની બે શાખા નદીઓ કઈ છે ?   સિપ્રી અને બાલારામ
10. શિયાળ બેટ જિલ્લા કયા જિલ્લામાં છે ?   અમરેલી
11. બનાસકાઠા જિલ્લાની પશ્ચિમે આવેલા અર્ધ રણવિસ્તાર કયા નામે ઓળખાય છે ?  ગોઢા
12. કયા પ્રદેશમાં સૌથી વધુ કપાસ થાય છે ? કાનમપ્રદેશ
13. ગુજરાતમાં મોરધારના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે ?  ભાવનગર
14. ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ કયા બે બંદર પર છે ?  સચાણા અને અલંગ
15. ગુજરાતમાં ઈફકોના પ્લાન્ટ કયા આવેલો છે ? કલોલ અને કંડલામાં
16. ગુજરાતનું ઇકબાલગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?  બનાસકાંઠા જિલ્લામાં
17. ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે કેટલા જિલ્લા હતા ?   17
18. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?   રાજપીપળા
19. ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધારે કયા જિલ્લા માં થાય છે ?  વલસાડ
20. ટંકારા કયા જિલ્લામાં આવેલું છે ? મોરબી
21. માત્ર 1 મતદાતા માટેનું મતદાનમથક બાણેજ કયા મતવિસ્તાર હેઠળ આવે છે ?  ઊના
22. ડાકોરમાં કયું આવેલું તળાવ છે ?   ગોમતી તળાવ
23. દૂધ સરિતા ડેરી કયા શહેરમાં છે ?  ભાવનગર
24. ગુજરાતનો સૌથી મોટો બોટાનિકાલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો છે ? ડાંગ (વઘઈ)
25. કયું સ્થળ હિંદુ-મુસ્લિમ ધર્મ અને સંસ્કૃતિના સમન્વય માટે જાણીતું છે ?  પીરાણા
26. કચ્છના રણના જંગલી ગધેડાને શું કહે છે ?  ઘુડખર
27. ગુજરાતમાં સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ કયા સ્થળે આવેલો છે ?  દંતાલી
28. સમેતશિખર કયા ધર્મનું તીર્થધામ છે ? જૈન
29. ડાંગમાં હોળી કયા નામે ઓળખાય છે ? શિગમા
30. ગુજરાતમાં કયા જિલ્લામાં ખેતી હેઠળ ની જમીન સૌથી વધુ છે ? બનાસકાંઠા
31. અરવલ્લીની ગિરિમાળામાં ગુજરાતનું કયું પ્રખ્યાત તીર્થધામ આવેલ છે ?  અંબાજી
32. મેરાયો કયા લોકોનું લોકનૃત્ય છે ? વાવ તાલુકાના ઠાકોરોનું (બનાસકાઠા જીલ્લો)
33. ગિરનારનું સૌથી ઊંચું શિખર કયું છે ? ગોરખનાથ
34. કયા પ્રદેશમાં ઊચા પ્રકારનું ઘાસ થાય છે ? બન્ની
35. મીરાંદાતાર કઈ નદીના કિનારે છે ?   પુષ્પાવતી
36. વાગડનો વિસ્તાર ગુજરાતના કયા જિલ્લામાં છે ? કચ્છ
37. મુક્તેશ્વર સિંચાય યોજના કઈ નદી પર છે ? સરસ્વતી
38. તાનારીરીની સમાધિ કયા આવેલી છે ? વડનગર (મહેસાણા જીલ્લો)
39. કઈ નદી વઢવાણ અને સુરેન્દ્રનગર ને જુદા પડે છે ? ભોગાવો
40. વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે ? પાવાગઢમાં
41. ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું કયા સ્થાપવામાં આવ્યું હતું ? બારડોલી
42. સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ?  ભાદર
43. ગિરનારમાં કુલ કેટલા શિખરો આવેલા હે ? 5
44. અકીકની નમૂનેદાર વસ્તુઓ ક્યાં બને છે ? ખંભાત (આણંદ જિલ્લો)
45. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયા આવેલો છે ? વઘઈમાં (ડાંગ જિલ્લો )
46. રવેચીનો મેળો કચ્છના કયા તાલુકામાં ભરાય છે ? રાપર
47. સુમૂલ ડેરી કયા શહેરમાં આવેલી છે ? સુરત
48. સિપુ કયા જિલ્લાની નદી છે ? બનાસકાઠા
49. જિલ્લાઓની નવરચના થયા બાદ ગુજરાતના કેટલા જિલ્લા સમુદ્રકિનારો ધરાવે છે ? 15 જિલ્લા
50. કચ્છના અખાતના કાંઠે કયું બંદર સમગ્ર ભારતનું ‘મુકત વ્યાપાર વિસ્તાર’ ધરાવતું બંદર છે ? કંડલા
51. ગુજરાતનું બીજા નંબર નું સૌથી ઊચું શિખર કયું છે ?  સાપુતારા
52. સુરખાબનગર કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ
53. નાગમતી અને રંગમતી નદીના સંગમસ્થળ પર કયું શહેર આવેલું છે ? જામનગર
54. ફાગવેલ શાના માટે જાણીતું છે ? ભાથીજીનું મંદિર
55. જાફરાબાદ બંદર કયા જિલ્લામાં આવેલું છે ? અમરેલી
56. બારડોલી કયા ઉદ્યોગનું કેન્દ્ર છે ? ખાંડ
57. ગુજરાતમાં ચીપ બોર્ડ બનાવવાનું કારખાનું કયાં આવેલું છે ? બિલિમોરા (નવસારી જિલ્લો)
58. યાત્રાધામ દ્વારકા કયા જિલ્લામાં છે ? દેવભૂમિ દ્વરકા
59. તારંગા કયા જિલ્લામાં આવેલુ છે? મહેસાણા
60. ગુજરાતનો કયો મેળો ગર્દભમેળા તરીકે ઓળખાય છે ? વૌઠાનો
61. વૌઠાનો મેળો કયા તાલુકામાં ભરાય છે ? ધોળકા
62. બાજરીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ? બનાસકાંઠા
63. વિશ્વામિત્રી નદી કયાથી નીકળે છે ? પાવાગઢના ડુંગરમાંથી
64. મુક્તેશ્વર બંધ કઈ નદી પર છે ?  સરસ્વતી
65. જૈન તીર્થસ્થળ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ

👉  gkdivyesh.blogspot.com

2 comments:

  1. Aa question very imp 6e ane avaaj question class 1 n 2 mate pan muko pls.......

    ReplyDelete
    Replies
    1. Thanks for your reply i will post class 1,2 imp very soon

      Delete

🇮🇳ભારતની સીમા સાથે જોડાયેલ દેશ 🇮🇳

🇮🇳ભારતની સીમા સાથે જોડાયેલ દેશ 🇮🇳 1⃣ *પાકિસ્તાન* 👉🏻 રાજધાની--- ઈસ...